નામ...અશ્વિન મજીઠીયા
.
અભ્યાસ... ગ્રેજ્યુએટ
.
શહેર... થાણા [મુંબઈ]
.
રસ.... વાંચન, લેખન, ફિલ્મી-સંગીત, સુગમ-સંગીત [સાંભળવું] અમુક હદે સ્પોર્ટ્સ, તાજી રાજકીય અને સામાજિક ગતિવિધિઓથી પરિચિત રહેવું.
.
આ ક્ષેત્રે અનુભવ... પહેલાં ફક્ત રોમેન્ટિક વાર્તાઓ અને નવલકથાઓથી શરૂઆત કરી હતી, અને આ પ્રકારની મારી લખેલ લગભગ ચાલીસે'ક કૃતિઓ 'પ્રતિલિપિ' ઉપરાંત 'માતૃભારતી' તેમ જ 'સ્ટોરીમિરર' અને 'સાહિત્ય-કલરવ' જેવી ગુજરાતી સાહિત્યને લગતી વેબસાઇટ્સ પર તે ઉપલબ્ધ છે.
'અઢી અક્ષરનો વ્હેમ' નામની નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે, તેમ જ ટુંક સમયમાં 'ધક ધક ગર્લ' નામની નવલકથા પણ પુસ્તક રૂપે વાંચકો સમક્ષ રજુ થવા આવી રહી છે.
તદુપરાંત મનગમતા વિષયો પર, શિસ્તબદ્ધ ન કહી શકાય, એવા ટૂંકા લેખો વારેતહેવારે લખીને ફેસબુક પર અપલોડ કર્યા બાદ, અહીં અને ઉપર જણાવેલ બીજી વેબસાઇટ્સ પર વાંચકોના લાભાર્થે નિયમિત મુકતો રહુ છું.
આ વેબસાઇટ્સ દ્વારા યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં મારી કૃતિઓને વાંચકોએ પસંદ કરી અનેક વખત ઇનામ જીતાવ્યાં છે એનો એક અનોખો સંતોષ છે. આવી રીતે પ્રોત્સાહિત કરવા બદલ સર્વે વાંચક-મિત્રોનો હું આભારી છું.
.
ઇમેઇલ આઇ ડી... [email protected]
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય