pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શાં શાં રૂપ વખાણું, સંતો રે

4.2
1594

શાં શાં રૂપ વખાણું,, સંતો રે શાં શાં રૂપ વખાણું? ચાંદાને સૂરજ વિના, મારે વાયું છે વહાણું . --સંતો. નેજા રોપ્યા નિકજ ધામમાં વાજાં અનહદ વાજે; ત્યાંહરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.--સંતો. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
અખો ભગત

અખા ભગત મુખ્યત્વે અખો ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલાગુજરાતી ભાષાના  પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે. જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે.  "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય.   

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    17 अप्रैल 2021
    વાહ સરસ સુંદર મનૉભાવૉની અભિવ્યક્તિ અદ્ભુત વર્ણન કલા ધન્યવાદ
  • author
    Bhailalbhai Gandhi
    18 जुलाई 2019
    garavo gyanano vadalo....
  • author
    gopalbhai
    17 अप्रैल 2019
    અદભુત હતા અખા ભગત
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    17 अप्रैल 2021
    વાહ સરસ સુંદર મનૉભાવૉની અભિવ્યક્તિ અદ્ભુત વર્ણન કલા ધન્યવાદ
  • author
    Bhailalbhai Gandhi
    18 जुलाई 2019
    garavo gyanano vadalo....
  • author
    gopalbhai
    17 अप्रैल 2019
    અદભુત હતા અખા ભગત