<p>જન્મ 16, જુન – 1948 : મહીસા; તા. મહુધા ; જિ.-ખેડા ઉપનામ આકાશદીપ કુટુમ્બ માતા–કાશીબેન; પિતા-ઝવેરભાઈ મુખી ભાઈઓ – વિષ્નુભાઈ, બલવંતભઈ, અશોકભાઈ; બહેન – જશોદા પત્ની-સવિતાબેન ( લગ્ન-19 મે, 1971; જેઠોલી,બાલાશીનોર) પુત્રીઓ - શ્વેતા, મેનકા, વિતલ અભ્યાસ પ્રાથમિક અને માધ્યમિક – મહીસા ઉચ્ચ શીક્ષણ – 1971 – સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર – બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) ફર્સ્ટક્લાસ સાથે વ્યવસાય 1972 – કપડવંજ – ગુજરાત વિદ્યુત નિગમમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે શરુઆત 2004 – ગાંધીનગરથી એક્ઝીક્યુટીવ ઈજનેર તરીકે નિવૃતી લીધી. જીવન ઝરમર: પિતા- કેળવણી ક્ષેત્રે આજીવન ટ્રસ્ટી,પ.પૂજ્ય રવિશંકર મહારાજ ના ભૂમીદાન ચળવળના સહયોગી નોકરીમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણ માં મહત્વની જવાબદારી નીભાવી, ૧૪૭૦મેગાવોટ નો વીજ ધોધ, ગુજરાતને ગામેગામ વહાવવામાંસહયોગી બનવાનું અહોભાગ્ય મળ્યું. મેમ્બર ઓફ બોર્ડ એક્ઝામીનર્સ તરીકે, મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ચીફ બોયલર ઈન્સપેક્ટર સાથે, (૧૯૯૯-૨૦૦૧), ગુજરાત સરકારની નીમણૂક મુજબ માનદ સેવા આપી. ગાયત્રી યુગનિર્માણ, મથુરાની હિન્દી પુસ્તીકાઓનું ગુજરાતીમાં અનુવાદકરી, પ્રકાશન કરવામાં સહયોગી બન્યા 2004 – અમેરીકામાં સ્થળાંતર પ્રખર ચીંતક લેખક શ્રીગુણવંત શાહે, ભારેખમ શબ્દો પ્રયોજવાથીજ ઊર્મીઓ પ્રગટ કરી શકાય, એવી વિચાર ધારાવાળી ભાષાશૈલી ને બદલે લોકભોગ્ય શૈલી માટે આગળ આવવા દિશાસૂચન કર્યું. રચનાઓ કાવ્ય – સ્પંદન, ઉપાસના, ત્રિપથગા</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય