pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

laghu vaartaa

3.7
790
પ્રેમ/રોમાન્સઘેન્ઘે ઘે ઘેન્ઘે મેરે સાયબા પ્

bharoso

હમણાં વાંચો
લેખક વિશે
author
Janak Acharya

ખોજા સંપ્રદાય અને ખોજકી લિપિ (લેખક નાઝીમ એ. મર્ચન્ટ.. અંજાર) °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ખોજકી લિપિ ખોજા સિંધી (ખ્વાજા સિંધી) અને છલી અખરી ના નામે પણ ઓળખાય છે. આ લિપિ વર્ષો સુધી આગાખાની ખોજાઓ ના ધાર્મિક સાહિત્ય ની એકમાત્ર મુખ્ય લિપિ રહ્યી હતી . તેની શરૂઆત સિંધ થી થઇ હતી અને પછી તે કચ્છ , કાઠિયાવાડ , ગુજરાત, અને પંજાબ ની જમાતો સુધી વિસ્તરી હતી. કેપ્ટન જ્યોર્જ સ્ટેક પોતાના પુસ્તક grammar of sindhi language માં જણાવે છે કે સિંધી ભાષા ને લખવાની વિવિધ લિપીઓ માંથી ખોજકી લિપિ મુખ્ય છે. આ ઉપરાંત અન્ય એક નિષ્ણાંત ડો. એફ.એ. ખાને ઈ.સ. 1958 માં કરાચી ના પૂર્વ તરફ 40 માઈલ દૂર સિંધ ના નીચાણ વારા વિસ્તાર માં ભાંભોર ખાતે ખોદકામ દરમિયાન જમીન માંથી નીકળેલા વાસણના ટુકડાઓ ને આધારે શોધી કાઢ્યું હતું કે, આઠમી સદી ના નાગરી ઢબ ના શિલાલેખો ખોજકી લિપિ ને મળતાં આવે છે. છેક પંદરમી સદી થી દેશ ની આઝાદી નાં સમય સુધી ખોજા કોમ માં આ લિપિ એટલી બધી પ્રચલિત હતી કે , તમામ ધાર્મિક સાહિત્ય અને ઐતિહાસિક માહિતીઓ ખૉજકી લિપિ મા જ લખાતી !!! ઇસ્માઇલી ખોજા પંથ નું ધાર્મિક સાહિત્ય લખવા માટે અરબી કે ફારસી જેવી ધાર્મિક ભાષાઓ ને બદલે ખોજકી ભાષા કેમ ઉપયોગ માં લેવામાં આવતી હતી એવાં સવાલ નો જવાબ આપતાં ખોજા સાહિત્ય નાં ઊંડા સંશોધક ડો. અઝીમ નાનજી જણાવે છે કે ધાર્મિક સાહિત્ય ને સામાન્ય લોકો સુધી પહોંચાડવું હોય તો અરબી કે સંસ્કૃત જેવી ધર્મભાષાઓ કરતાં સામાન્ય પ્રજા ની લોકબોલી નો ઉપયોગ કરવો જોઈએ આ માન્યતા ને લીધે ખોજા સંપ્રદાય નાં ધર્મપ્રચારક પીરો એ તેં સમય ની ખૉજકી ભાષા નો સહારો લીધો હોય એ શકય છે. ખોજકી હસ્તપ્રતો નાં સંશોધક અને સંગ્રહકર્તા મુમતાઝ સાદિકઅલી પાસે 62 જેટલી અમુલ્ય હસ્તપ્રતો છે જેમા એક હસ્તપ્રત ખોજા ભિમજી પીડીદાસ ની છે જે છેક સવંત 1594 (ઇ.સ.1538) ની છે !! વિખ્યાત સંશોધક પ્રોફેસર ડબ્લ્યુ. ઇવનૉવે ઈરાન નાં ક્હેક પ્રદેશ માં કેટલીક એવી કબરો શોધી કાઢી છે કે જેનાં ઉપર ખોજકી લિપિ માં લખેલા શિલાલેખો છે .... આ શિલાલેખો માં હિન્દુસ્તાન નાં કેટલાંક ખોજાઓ નાં નામ અને મૃત્યુ નાં વર્ષ લખેલા છે. દા.ત. એક કબર ઉપર ખોજકી લિપિ માં લખેલું છે કામડીઆ દાતારદીનભાઈ વંદાણી , સવંત 1859 આશાઢ-11 , થાવર રાત. પ્રોફેસર ઇવનૉવ માને છે કે આ એ ખોજાલોકો હતાં જે પોતાના ધર્મગુરુ (ઇમામ) નાં દીદાર માટે હિન્દુસ્તાન થી ઈરાન ગયેલાં અને ત્યાંજ અવસાન પામેલા. ખોજકી લિપિ નાં ઇતિહાસ માં 19મી સદી નાં અંત અને 20મી સદી નાં શરૂઆત નો સમય ખાસ મહત્વ નો છે. આ સમયગાળા દરમિયાન ખોજકી સાહિત્ય નું છાપકામ શરૂ થયું. શરૂઆત `ગુલામહુસેન છાપખાના" થી થઈ ત્યારબાદ મુખી લાલજીભાઇ દેવરાજ ની દેખરેખ હેઠળ `ખોજા સિંધી પ્રિન્ટિંગ પ્રેસ" એ ખોજા જ્ઞાતિ નું ધાર્મિક સાહિત્ય ખોજકી લિપિ માં છાપવાનું ચાલુ કર્યું. આમ હસ્તલિખિત સાહિત્ય એ છપાયેલા પુસ્તકોનું સ્વરુપ ધારણ કર્યું. આ કામ લગભગ 1920 થી 1930 સુધી ચાલ્યું. આ પ્રિન્ટિંગ નાં કામ દરમિયાન વિદ્વાનોને અફસોસ થાય એવી બાબત એ બની કે છાપકામ માટે ઉપયોગ માં લેવાયેલી સેંકડો હસ્તપ્રતો ની વિગતો એટલેકે તેની તારીખો વગેરે નો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ ઉપરાંત આ ખોજકી હસ્તપ્રતો અત્યારે પ્રાપ્ય નથી. પ્રોફેસર ઇવાનોવ માને છે કે ખોજકી સાહિત્ય પ્રિન્ટ થઈ ગયા પછી ઉપયોગ માં લેવાયેલી હસ્તપ્રતો ને જમીન માં દાટી દેવા માં આવી હતી. ટૂંકમાં શરૂઆતની સિંધી ભાષા ખોજકી માં ફેરવાઈ અને ઘણાં વિકાસ પછી છાપખાના નાં દ્વારે પણ પહોંચી.

ટિપ્પણીઓ
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  03 ઓકટોબર 2018
  વાર્તા સારી છે પણ આવી જ એક વાર્તા...મંદિરમાં ઘંટ વગાડવાવાળાની બેઠી કોપી છે.જે ફેસબુકમાં ફરે છે. ખાલી જગ્યા અને નામ બદલાયા છે.....
 • author
  Kamlesh Patel "Kp"
  27 જાન્યુઆરી 2019
  good story
 • author
  Trivedi Chirag
  29 સપ્ટેમ્બર 2018
  Nice
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  03 ઓકટોબર 2018
  વાર્તા સારી છે પણ આવી જ એક વાર્તા...મંદિરમાં ઘંટ વગાડવાવાળાની બેઠી કોપી છે.જે ફેસબુકમાં ફરે છે. ખાલી જગ્યા અને નામ બદલાયા છે.....
 • author
  Kamlesh Patel "Kp"
  27 જાન્યુઆરી 2019
  good story
 • author
  Trivedi Chirag
  29 સપ્ટેમ્બર 2018
  Nice