હું વાર્તા છું.
વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.
ચાલો...થોડો મનનાં ઊંડાણમાંથી શબ્દો શોધીને પરિચય આપું.
રામબાઈની જેમ હું પણ આ બ્રહાંડનું સંતાન છું. જીવું છું. લખું છું. શ્વસું છું. મરીશ. મારું મન સતત કહ્યા કરે છે કે – તું ક્યાંકથી અહિયાં ધરતી પણ આવ્યો છે અને એક સમયે અચાનક જતો રહેવાનો છે. તો એક મુસાફર તરીકે તારે જે કરવું હોય અને જેમ જીવવું હોય એમ જીવી નાખ.
...એટલે હું વધુ ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવ્યાં કરવા પ્રયત્નો કર્યા કરું છું. મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને માખણ પણ ગમે. હું પુસ્તકોનો ગાંડો વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ. ફેમિલી મેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને બ્રહાંડ, સ્પેસ, ફ્યુચર, ફેન્ટસી વગેરે વિષયો અતિશય પ્રિય. માનવજીવન કેમ જીવવું એની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં. જંગલ-પહાડો અને દરિયા મને અંદરથી જીવતો કર્યા કરે.
મને સપનાઓ જોવા ખુબ ગમે. મારું એક સપનું છે કે હું ક્યારેક મંગળ ગ્રહ પર જઈશ! લગભગ વર્ષ 2035-2040ની આસપાસ. બીજું સપનું એ કે મારે મારા જીવન દરમિયાન સાત-આઠ નવલકથાઓ જે ખરેખર વાંચવાલાયક હોય! ક્યારેક કોઈ ફિલ્મમાં નાનકડી એક્ટિંગ કરવી છે. એકવાર આખી દુનિયા એકલાં રખડવા જવી છે અને જ્યાં જાઉં ત્યાની વાર્તાઓ શોધીને જગતને કહેવી છે.
બસ...સરખુંથી મનમોજથી જીવવું છે.
*
મારા સંપર્ક માટે:
All links: https://linktr.ee/Jiteshdonga
મેઈલ : [email protected]
વેબસાઈટ : https://jiteshdonga.com
બ્લોગ : https://jkdonga.wordpress.com
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય