pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્ત્રી ....

4.8
24

સ્ત્રી એક સમજો‌ તો‌ શક્તિ ન સમજો તો‌ આશક્તિ ! સમજો તો ભક્તિ ન સમજો તો વિભકતિ સમજો તો માન સમજો તો સ્વાભિમાન સમજો તો જીવન સમજો તો સુખ સમજો તો સફર સમજો તો ચૈન સમજો તો સહારો સમજો તો સાથી ...

હમણાં વાંચો
લેખક વિશે

પ્રેમ શું ? સમય જતાં એ આદત બને છે , લાગણી જન્મે છે. અહેસાસ પ્રેમનો પ્રવાહ બને છે. અચાનક એ લાગણીઓ અભિવ્યક્તિ વગર જ સીધો વિરહ મળે તો ! વ્યથા બની જાય છે. પછી એકરાર ન કરી શકો પ્રેમ છે તો એ દિવસોમાં પંસદ કરતા અન્ય વ્યક્તિઓને પણ તમે અપનાવી ન શકો. કારણ એ પ્રેમની પરમ લાગણી તમે સ્પર્શ કરી ચૂક્યા છો તો મન માનતું નથી કે હવે તમે એ આઈ લવ યુ શબ્દ કહી શકો . હું તમને પ્રેમ કરું છું . પ્રથમ પ્રેમનો મૌન સંવાદ આગળ વધતાં વધતાં વેદના બની જાય છે. આ અહેસાસ આંતરિક દ્વન્દ્વ વચ્ચે પહેલી બની જાય છે. અદ્રશ્ય લાગણી પાંગરતી જ જાય છે . ભીતરમાં સંવેદનશીલ યાદો તાજી ને તાજી બની જતી હોય એટલે કોઈને હ્રદયનો દરવાજો ખોલી અંદર ઝાખવા દેતા નથી. અંદરનું મન રુપી બાળ એ વ્યક્તિની જ ખોજ કરતું રહે છે.શુ ? ખરેખર એ પ્રેમ હતો કે પછી આકર્ષણ , શું એ મને સમજી શકી નહીં ? આવું કેમ કર્યું ? એક એક દિવસનાં પ્રસંગો,ધટનાઓ,બનાવો એકલતમા યાદ આવતાં લાગણીઓ અશ્રુઓ ભરીને વહી જાય છે જેને વિરહ સંવેદના કહીએ છીએ.જે લાગણીઓ વ્યક્ત નથી કરી શકતાં એ મૌન સંવાદ બની અફસોસ વ્યક્ત કરતાં સહન કરવાની ઉર્જા ઉત્પન્ન થાય છે.એ પછી જીવનભર આઈ લવ યુ નો અહેસાસ વહન કરતાં વધતો જ જાય છે.હવે એ વિચારો ચિંતા બની જાયને માનસિક બિમારી તો વ્યક્તિ પાગલ પણ બની જાય છે.પણ વાસ્તવિકતા સ્વિકારી ચિંતન કરી શકીએ તો ગહન બની સમજવું પડે છે. પ્રેમનો અહેસાસ અલૌકિક આનંદ અનુભવી વ્યક્તિ ઉર્મીઓ ને રોકી શકતો નથી એટલે વૈચારિક ક્રાંતિ સુખ દુઃખમાં અધુરી જિંદગી જીવવા મજબુર બની સતત યાદ કરતો રહે છે. પ્રેમનું વટવૃક્ષ પાગરતુ જાય છે. એક એ પ્રેમ વેલી પર વારંવાર ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે માત્ર મૌન દ્વન્દ્વ જ હોય છે. જોયેલાં સપનાં ફરી વારંવાર તડપ બની જાય છે. એક એક યાદો સંગ્રહ કરી ફરિયાદ બની કહેવાનું મન થાય છે. સંજોગો સામે પવનની ગતિ જોઈ મૌન બની જાય છે. જે રીતે એક વેલ પર અનેક પાંદડા વિંટળાઈ એ વેલી પાંગરતી જ જાય છે એમ પ્રેમ રુપી એક વ્યક્તિના અહેસાસ માં એ વિચાર રુપી વેલ ને અનેક નવાં સંવાદો કરતાં વેલને મુરજાવા દેવાતી નથી. આ સ્નેહનું એવું સગપણ હોય છે કે વ્યક્તિને પોતાનાથી ડર હોય છે કે હવે પોતાનું વ્યક્તિત્વ બદલી શકાય એમ નથી. કારણ કે પછી તો માત્ર બનાવટ,જુઠ, પ્રપંચ,ઠગાઈ જ રહે છે .એટલે એ શક્તિ પ્રેમની છોડી શકતો નથી. બસ આ એક મહાપાગલ એક પ્રેમકથા એ એક પ્રેમી સમાધિની છે જે કુદરત તરફથી મળેલી સ્નેહની લાગણીઓને કોઈ પણ સંજોગોમાં ખોવા માંગતો નથી. દુઃખ તો દુઃખ પણ વેલ એ પાગરીને પણ અસ્તિત્વ જોખમમાં મૂકવાં માંગતો નથી. સનાતન સત્ય નો અસ્વિકાર કરવો એટલે નવી મુસિબતને આમંત્રણ આપવા બરાબર હોય છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bhumiba P. Gohil
    10 જુન 2020
    ખૂબ સરસ ""રુદ્ર🖤રાધિકા" A Beautiful Love Story(વાર્તા મેળો)", read it on Pratilipi : https://gujarati.pratilipi.com/story/%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-a-beautiful-love-story%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AB%8B-x7bojgxowgp2?utm_source=android&utm_campaign=content_share Read, write and listen to unlimited contents in Indian languages absolutely free
  • author
    M "Madhu"
    10 જુન 2020
    સરસ https://gujarati.pratilipi.com/story/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-fzsqmuyzr1cr?utm_source=android&utm_campaign=content_share
  • author
    Rubina Nahar
    10 જુન 2020
    ખૂબ જ સચોટ અને વાસ્તવિક કવિતા!!સર