<p> નામ :--રશ્મિ હરીશ જાગીરદાર જન્મ -- પારડી (વલસાડ) અભ્યાસ :--બીએસસી, એસટીસી . (વલસાડ )(અમદાવાદ). પહેલાં કપડવંજ એમ.પી. હાઇસ્કુલ અને પછી અમદાવાદમાં મફતલાલ ની હાઇસ્કુલ જે.એસ મંદિરમાં સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકેની સેવા દરમ્યાન એસે એસ સી માં ગણિત-વિજ્ઞાન વિષયો નો પરિક્ષા લક્ષી બહોળો અનુભવ , પછીથી અમેરિકન કંપનીઓ "લોટસ લર્નિંગ " અને harbalife માં કામ કર્યું. જીવનમાં અભ્યાસ અને કામ તો સહજ રીતે મળ્યાં તે જ કર્યાં , પણ સંગીત, ડ્રોઈંગ અને સાહિત્યનો શોખ ખરો એટલે બધાં વર્ષો દરમ્યાન શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ -ગુરુ શ્રી ખંભોળજા સાહેબ પાસે કર્યો અને તેઓશ્રીનાં માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય લેવલે શાસ્ત્રીય તેમજ હળવા કંઠ્ય સંગીતમાં પ્રથમ- દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો ઉપરાંત મારા શાળાના શિક્ષકો શ્રી પટેલ સાહેબ, શ્રી મીસ્ત્રી સાહેબ, અને શ્રી આર.એમ. દેસાઈ. સાહેબ ના અખૂટ ભાષા જ્ઞાન નો લાભ મળેલો, જેનાં કારણે વિજ્ઞાનના અભ્યાસ હોવા છતાં, તે સમયથી જ કાવ્યો, લઘુકથા અને આર્ટીકલ લખતી, જે શાળાના મેગેઝીનમાં છપાતાં . પણ ક્યારેય ક્યાંક મોકલી ને છપાય તેવું નહોતું વિચાર્યું .આજે જેને કોરિયો ગ્રાફી કહીએ અને સભા સંચાલન કહીએ તે કામ પણ કપડવંજ અને અમદાવાદમાં કરેલું. પ્રતિલિપિ પર ૮ જુલાઈ ૨૦૧૫થી મારું સાહિત્ય પ્રકાશિત થાય છે જેનાં પરિણામે અંદર ધરબાઈ રહેલો શોખ સાહિત્ય કૃતિઓ બનીને રેલાતો રહ્યો છે . જુન ૨૦૧૬ સુધીમાં એક વર્ષ થતાં પહેલાં મારી ૧૧૫ જેટલી સાહિત્ય કૃતિઓ પ્રતિલિપિ પર પ્રકાશિત થઇ છે . </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય