હું પણ લેખન ક્ષેત્રે આગળ વધીશ એવું ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ. જો કહું ને તો આ લેખન કાર્ય કરવું એ મારા માટે ઈશ્વરે આપેલી ભેટ કહી શકાય. આપણે સર્વે લોકો માટે લોકડાઉનનો સમય બહુ કપરો હતો. જેમ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પિંજરામાં કેદ હોય એમ આપણે સર્વે કેદ થઈ ચુક્યા હતા. આ સમયે ટેલિવિઝન નામના યંત્રમાં સરકાર શ્રી દ્વાર બે પ્રાચિન સિરિયલ પ્રસ્તુત કરવામાં આવી રહી હતી. જેમાંથી પ્રથમ 'મહાભારત' દ્વિતીય 'રામાયણ'. રોજે સાંજે હુ પણ આ બને સિરિયલ નિયમિત પણે નિહાળતો. આમને આમ દિવસ પસાર થઈ રહ્યાં હતાં ને એક દિવસ મહાભારત સિરિયલ મા અભિમન્યુ અને કૌરવ સેનાનું સાત કોઠા વાળા યુદ્ધનો એપિસોડ ચાલી રહ્યો હતો. આ જ સમયે મારા મનમાં લખવાનો વિચાર આવ્યો ને પ્રતિલિપિ પર પ્રથમ નાનકડા લેખ સ્વરૂપે લખી નાખ્યું 'વીર યોદ્ધા અભિમન્યુ' ત્યારે કેવું લખાયુ એ વિશે કશો જ ખ્યાલ ન હતો. જેમ જેમ મગજ રૂપી કુદરતી યંત્ર માથી શબ્દો નીકળતા ગયા એમ એમ લખાતું ગયુ. ત્યાર બાદ લોકોનાં પ્રતિભાવ અને અન્ય લેખક મિત્રોના માર્ગદર્શન મળતું ગયુ તો હવે આપો આપ લખાતું જાય છે. વિશેષ તો કહી ઓળખાણ કે પરિચય નથી આપવો કારણ કે મારુ લખાણ એ જ મારો સાચો પરિચય છે.
જય હિન્દ જય ભારત
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય