→ વાર્તા પ્રકાશનની તારીખ: વાર્તા સ્પર્ધા માટે નક્કી કરેલા સમયમાં જ લખાઈ અને પ્રકાશિત થઈ છે કે નહીં
→ ઓછામાં ઓછા ભાગની સંખ્યા: વાર્તામાં જેટલા ભાગ હોવા જોઈએ તેટલા છે કે નહીં
→ દરેક ભાગમાં શબ્દોની ગણતરી: દરેક ભાગમાં ઓછામાં ઓછા જેટલા શબ્દો જોઈએ તેટલા છે કે નહીં
→ એક્સપ્લિસિટ કન્ટેન્ટ પોલિસી: વાર્તામાં કોઈ નિયમ વિરુદ્ધની કે ખરાબ સામગ્રી તો નથી ને પ્રતિબંધિત કન્ટેન્ટવાળી વાર્તાઓ ડિસક્વોલિફાય કરી દેવામાં આવશે સંપૂર્ણ પોલિસી જોવા માટે અહીં ક્લિક કરો
→ ડુપ્લિકેટ અથવા પ્લેગિયરાઇઝ્ડ/કોપી કરેલી વાર્તા ડિસક્વોલિફાય કરી દેવામાં આવશે
શોર્ટલિસ્ટ થયેલી વાર્તાને પછી તે ભાષાના એક્સપર્ટ જજ પેનલ દ્વારા જજ કરવામાં આવે છે સ્ટોરીને માર્ક કરતી વખતે આ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવામાં આવે છે :-
→ વાર્તા કહેવાની ગુણવત્તા: લેખક કેટલી સારી રીતે વાર્તા કહે છે અને વાચકોને શરૂઆતથી અંત સુધી જોડી રાખે છે
→ મૌલિકતા: નવા અને અનોખા વિચારો જે પ્રતિલિપિ પર સામાન્ય અથવા પુનરાવર્તિત પ્લોટથી અલગ હોય
→ વાચક પર અસર: વાર્તા વાચકોને કેટલો સારો અનુભવ કરાવે છે જેથી તેઓ વાંચ્યા પછી પણ વાર્તાને યાદ રાખે આ તમારી ધારાવાહિક પર આવેલી કમેન્ટ્સ અને વાચકોના એકંદર પ્રતિભાવ પરથી પણ જોવા મળે છે
→ પ્લોટ ટ્વિસ્ટ: વાર્તામાં એવા આશ્ચર્યજનક વળાંક જે વાચકોને આગલા ભાગની રાહ જોવા માટે મજબૂર કરે
→ વાર્તાની ગતિ: ઘટનાઓનો સરળ પ્રવાહ ન તો વધુ ખેંચાયેલો ન તો ખૂબ જ ઝડપી જેથી વાચકની રુચિ જળવાઈ રહે
→ ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ: એવા અણધાર્યા વિકાસ જે વાર્તામાં ઉત્સાહ અને સસ્પેન્સ જાળવી રાખે
→ કેરેક્ટર ડેવલપમેન્ટ: પાત્રો કેટલી સારી રીતે વિકસિત થાય છે અને કેટલા સાચા લાગે છે જેથી વાચકો તેમની સાથે જોડાણ અનુભવે
નોંધ: જજ પેનલના દરેક સભ્ય વાર્તાઓને અલગ અલગ સ્કોર આપે છે અને પછી તેનું સરેરાશ કાઢીને વાર્તાને રેન્ક આપવામાં આવે છે
માર્ક કરેલી ધારાવાહિકને ઇન્ટરનલ લેંગ્વેજ ટીમના બે સભ્યો ફરીથી ચેક કરે છે જેથી એ ખાતરી થઈ શકે કે બધા નિયમોનું પાલન થયું છે અને જજિંગ સંપૂર્ણપણે નિષ્પક્ષ છે તે પછી અંતિમ વિજેતાઓની યાદી તૈયાર થાય છે અને એકવાર ફરીથી ડબલ ચેક કરવામાં આવે છે
પરિણામો પ્રતિલિપિના સત્તાવાર બ્લોગ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવે છે અને વિજેતાઓને ઇન એપ નોટિફિકેશન અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે
અમે સમજીએ છીએ કે લખવું અને વાર્તાઓને જજ કરવી એ ઘણું વ્યક્તિગત હોય છે જે એકને ગમે તે જરૂરી નથી કે બીજાને પણ સારું લાગે પરંતુ અમારી પરિણામ બનાવવાની પ્રક્રિયા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે બધા સ્પર્ધકો માટે નિષ્પક્ષ અને વાસ્તવિક રહે
બેસ્ટ ઓફ લક!
ટીમ પ્રતિલિપિ