- ‘પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.030 ઓગસ્ટ 2023પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.0 માં જોડાવા માટે ખાસ આમંત્રણ! કૃપા કરી સંપૂર્ણ મેસેજ ધ્યાનથી વાંચશો. આ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે સમજ્યા પછી તમારું નામ નોંધાવશો. ************************************ પ્રિય લેખક, પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામની ભવ્ય સફળતા બાદ લેખકોના પ્રેમ અને નવું નવું શીખવાની ધગશથી પ્રેરાઈને અમે લાવી રહ્યા છીએ,'પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ 2.0'. લેખનની દુનિયામાં આગળ વધવાની ઈચ્છા ધરાવતા હોય તેવા તમામ મહત્વાકાંક્ષી લેખકો માટે લાઈવ ટ્રેનિંગ પ્રોગ્રામ.આ એક્સક્લુઝિવ પ્રોગ્રામ 8 સપ્ટેમ્બર, 2023થી 7 દિવસ, લાઈવ ટ્રેનિંગ સાથે બિલકુલ ફ્રી રહેશે! અમારા અગાઉના પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામમાં 10 હજારથી વધુ પ્રતિભાશાળી લેખકોએ ભાગ લીધો હતો. આ વખતે નવી સીઝનમાં આપણે લેખનની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જઈશું. તમારા તમામ લેખકમિત્રોને આ તક વિશે જણાવશો જરૂર. ************************************ પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામમાં કેવા વિષયો પર ટ્રેનિંગ આપવામાં આવશે? 1. લાંબી ધારાવાહિક માટેની યોજના અને પ્લોટની પસંદગી સાથે પ્લાન કેવી રીતે બનાવવો? 2. વિવિધ શ્રેણી, રોમાંસ / સામાજિક / થ્રિલર / હોરર / ફેન્ટસી વગેરેમાં બેસ્ટસેલર વાર્તાઓ કેવી રીતે લખવી તેની ઊંડાણપૂર્વક ચર્ચા. 3. શા માટે પ્રતિલિપિ લાંબી ધારાવાહિક લખવા પર વધુ ધ્યાન આપે છે? તે તમારું જીવન કેવી રીતે બદલી શકે છે? 4. ઓનલાઈન પ્લેટફોર્મ પ્રતિલિપિના જગતમાં સફળ થવાના રહસ્યો શું? પ્રિન્ટ ઓન ડિમાન્ડના નામે બનતાઅઢળક પુસ્તકોમાંથી આવક મળશે કે ઓનલાઇન હજારો વાચકો પાસેથી? 5. તમારી ધારાવાહિકને 50+ ભાગમાં વધુ સરળતાથી કેવી રીતે લઈ જવી? 6. પ્રતિલિપિ એપ પરની સૌથી વધુ આવક મેળવનાર ધારાવાહિક અને સૌથી વધુ આવક મેળવનાર લેખકોની સિક્રેટ ટિપ્સ! 7. આગળ ન લખવાની ઈચ્છા કે રાઈટર્સ બ્લોકમાંથી સરળતાથી કેવી રીતે બહાર નીકળવું? 8. વાચકોને ધારાવાહિક સુધી કેવી રીતે લાવવા? વધુ આવક મેળવવા પ્રતિલિપિમાં લોક ધારાવાહિક કેવી રીતે પ્લાન કરવી? ઉપરોક્ત વિષયો તથા અન્ય અમુક વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે. ************************************ પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામનો હેતુ શું છે? અમે જોયું છે કે અમારા ઘણા લેખકોની કલમમાં તાકાત છે, પરંતુ તેમને ફક્ત પ્રીમિયમને લાયક લાંબી ધારાવાહિક લખવા અંગે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે! તેથી અમે આ એક્સક્લુઝિવ પ્રોગ્રામની નવી સીઝન લાવ્યા છીએ. જો તમે પણ આ પ્રોગ્રામમાં તમારું નામ નોંધાવો છો તો, તમને પ્રતિલિપિની ટીમ દ્વારા વાચકોને પસંદ આવે તેવી પ્રીમિયમને લાયક ધારાવાહિક કેવી રીતે લખવી એ અંગેની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે. ************************************ પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામમાં ભાગ લેવાથી મને શું ફાયદો થશે? 1. આ 7 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ટ્રેનિંગ મટિરિયલ્સ અને ટ્રેનિંગ વિડિયોઝઆજીવનસેવ રાખવાની તક 2. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જણાવ્યા અનુસાર તમે ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરો તો પુરસ્કાર રૂપે પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ માટેનું ખાસ પ્રિન્ટેડ પ્રમાણપત્ર 3. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાઈને દરેક સ્ટેપ્સ સમજ્યા બાદ ધારાવાહિક લખવાથી નિયમિત આવક 4. ટ્રેનિંગ પ્રોગ્રામમાં લખેલી ધારાવાહિકનું સ્પેશિયલ પ્રમોશન, - પ્રતિલિપિ હોમપેજ - ફેસબુક પેજ 5. કોલ/વોટ્સએપ દ્વારા ખાસ માર્ગદર્શન ************************************ પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ કેવી રીતે યોજાશે? પ્રતિલિપિ દ્વારા8 સપ્ટેમ્બર, 2023થી 7 દિવસ સુધી રોજ 1 કલાક ઓનલાઇન લાઈવ ટ્રેનિંગ સેશન યોજાશે. જેના માટે તમારું નામ નોંધાવીને તમે આ ટ્રેનિંગ સેશનમાં જોડાઈ શકશો. આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી તમે પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ ધારાવાહિક લખી શકશો. ************************************ શું તમે વાર્તાની દુનિયામાં આગળ વધવા તૈયાર છો? પ્રતિલિપિ દ્વારા આયોજિત આ એક્સક્લુઝિવ પ્રોગ્રામમાં જોડાઈને તમારી લેખન દુનિયાને એક નવી ઉંચાઈએ લઈ જવાની આ ખાસ તક છે! ભારતના સૌથી મોટા ઓનલાઈન સ્ટોરી-ટેલિંગ પ્લેટફોર્મ પ્રતિલિપિ પાસેથી મેળવો ખાસ માર્ગદર્શન. ધારાવાહિક લખતી વખતે તમને કોઇપણ સમસ્યા આવે તો અમારી ટીમ માર્ગદર્શન અને સહાયતા માટે ઉપલબ્ધ રહેશે. પ્રતિલિપિ ફેલોશિપ પ્રોગ્રામનો ભાગ બનવા નીચેની લિંક પર ક્લિક કરી ફોર્મ હમણાં જ ભરીને તમારું નામ નોંધાવો! https://forms.gle/Q971Cx2YeM8w8wab6 (નોંધ- આ ફોર્મ 7 સપ્ટેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ નામ સ્વીકારવામાં આવશે નહીં. તેથી હમણાં જ ફોર્મ ભરીને તમારું નામ નોંધાવો!) સાદર, પ્રતિલિપિ ફેલોશિપ ટીમવધુ જુઓ
- 'સુપર રાઇટર એવોર્ડ - 6' માં 60 ભાગની ધારાવાહિક પૂર્ણ કરવાની સરળ રીત21 ઓગસ્ટ 2023નમસ્તે લેખકમિત્ર, પ્રતિલિપિ દ્વારા ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ - 6' લોન્ચ થઈ ગઇ છે. 60 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. તો ઉપાડો કલમ અને થઈ જાઓ તૈયાર આકર્ષક કેશ પ્રાઈઝ, ઈનામો અને અઢળક લોકપ્રિયતા મેળવવા માટે! નીચે આપેલી 6 ટિપ્સની મદદથી તમે સરળતાથી 25 ડિસેમ્બર પહેલાં 60+ ભાગની ધારાવાહિક પૂર્ણ કરી શકશો: 1. કાચો પ્લોટ તૈયાર કરો: તમારી નોટમાં 1-2 વાક્યોમાં પ્લોટ લાઈન લખો, જેના પર તમે વાર્તા લખવા માંગો છો. એટલે વાર્તા બીજ તૈયાર કરો. નવી વાર્તા માટે કોઈ ન્યુઝપેપર આર્ટિકલ/ TV ન્યુઝ/ રોજિંદા જીવનમાં બનતી કોઈ ઘટના/ સોશિયલ મીડિયા પોસ્ટ/ પ્રતિલિપિ પર વાચકોએ આપેલા પ્રતિભાવો પરથી પ્રેરિત હોઈ શકે. 2. ધારાવાહિકનો ટૂંકો સારાંશ તૈયાર કરો: પ્લોટ પરથી વાર્તાનો અડધા પેજ જેટલો ટૂંકો સારાંશ તૈયાર કરો. વાર્તા ક્યાંથી શરુ થઈને ક્યાં પૂર્ણ થશે તેની રૂપરેખા ઘડો. વાર્તાના એવા મહત્વના પાત્રો વિશે વિચાર કરો જે વાર્તાને આગળ લઈ જવામાં જરૂરી હોય. 3. મુખ્ય પાત્રો ઘડો: અમુક પ્રશ્નો પૂછીને વાર્તાના મુખ્ય પાત્રો તૈયાર કરો. તેઓ ક્યાં રહે છે? તેમના જીવનમાં મુખ્ય સંઘર્ષ શું છે? તેમનો સ્વભાવ કેવો છે? તેમની તાકાત અને નબળાઈઓ શું છે? વાર્તાને મજબૂત બનાવવા માટે અન્ય ક્યા-ક્યા પાત્રો જરૂરી છે? વગેરે. 4. વાર્તા દરમિયાન બનતી મુખ્ય ઘટનાઓ: તમે તૈયાર કરેલા સારાંશ અને પાત્રો પરથી વાર્તાની શરૂઆતથી અંત સુધી કઈ મુખ્ય ઘટનાઓ બનશે તેના વિશે વિચાર કરો. ઘટનાઓના ક્રમ નક્કી કરવા માટે 1,2,3,4 નંબર આપીને શરૂઆતથી અંત સુધી નોંધ કરો. કેવળ એક વાક્યમાં ઘટનાઓ સમજાય એવી રીતે ટૂંકમાં નોંધ કરો. 5. ધારાવાહિકને ભાગોમાં વિભાજીત કરો: હવે સમય છે, સ્પર્ધા માટે તમારી 60 ભાગોની ધારાવાહિકને તૈયાર કરવાનો! આખી ધારાવાહિકના કુલ 6 ભાગ બનાવો અને દરેક ભાગમાં મુખ્ય ઘટનાઓને વિભાજીત કરો. 1-10 ભાગ 11-20 ભાગ 21-30 ભાગ 31-40 ભાગ 41-50 ભાગ 51-60 ભાગ આ દરેક ભાગમાં મુખ્યત્વે કઈ ઘટનાઓ બનશે તેની 1-2 વાક્યોમાં ટૂંકમાં નોંધ કરો. 6. દરેક ભાગ માટે નોટ્સ તૈયાર કરો: હવે તમારી ધારાવાહિક લગભગ તૈયાર છે! તમે ધારાવાહિકની ઘટનાઓને કુલ 6 ભાગમાં વિભાજીત કરી દીધી છે. હવે દરેક સિંગલ ભાગની રૂપરેખા તૈયાર કરીશું. દરેક ભાગની અંદર કઈ ઘટનાઓ બનશે તેની રફ નોટ્સ તૈયાર કરો. જેમકે, ભાગ 1 - ભાગ 2 - ભાગ 3 - ભાગ 4 - વગેરે ******************************* આ રીતે સમગ્ર પ્લાનિંગ કરવા માટે આશરે 2-3 દિવસનો સમય લાગશે. વાર્તા લખવાની શરૂઆત કરતા પહેલાં આ રીતે તૈયારી કરવાથી લેખન ઘણું સરળ બની જાય છે. તમે જયારે 'સુપર રાઇટર એવોર્ડ - 6' માટે વાર્તા પ્રકાશિત કરવાની શરૂઆત કરશો ત્યારે દરેક ભાગની રૂપરેખા તૈયાર હોવાથી વગર કોઈ મૂશ્કેલીએ લખી શકશો. તમે અગાઉથી નોટ્સ તૈયાર કરેલી હશે એટલે વાર્તાની વચ્ચે વિચારોની ઉણપ પણ નહીં આવે. અમારા દ્વારા તૈયાર કરેલ આ ટિપ્સનો એકવાર ઉપયોગ જરૂર કરશો! ધારાવાહિક લેખનની સમગ્ર પ્રક્રિયા તમારા માટે એકદમ સરળ બની જશે. અમને વિશ્વાસ છે કે 25 ડિસેમ્બર પહેલાં તમે 60 ભાગની ધારાવાહિક જરૂર ઘડી શકશો! અહીં ક્લિક કરો અને 'સુપર રાઇટર એવોર્ડ - 6'વિશે વધુ માહિતી મેળવો. આજે જ સ્પર્ધામાં લખવાની શરૂઆત કરો! ઓલ ધ બેસ્ટ! પ્રતિલિપિ સ્પર્ધા વિભાગવધુ જુઓ
- પરિણામ: ગોલ્ડન પેન એવોર્ડ16 ઓગસ્ટ 2023પ્રિય લેખકમિત્રો, ગોલ્ડન પેન એવોર્ડ સ્પર્ધામાં સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર તમામ નવા લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમારી ધારાવાહિક વાર્તા સ્થાન પામી છે કે નહિ તેના કરતા સફળતાપૂર્વક ભાગ લેવો એ મોટી વાત છે! અમે આ સ્પર્ધા ફક્ત નવા લેખકો કે, જેમની પાસે ગોલ્ડન બેજ નથી તેમના માટે યોજી હતી.ધારાવાહિક સ્પર્ધામાં ભાગ લેવાથીગોલ્ડન બેજ મેળવવા તરફ ઝડપથી આગળ વધી શકાય તે હેતુ સાથે યોજાયેલી આ સ્પર્ધા સફળ રહી. આ સ્પર્ધામાં ભાગ લઈને પછી પ્રોફાઈલ પર ગોલ્ડન બેજ મેળવનાર 176 નવા લેખકોને હાર્દિક અભિનંદન! પ્રતિલિપિમાં લેખક તરીકે આગળ વધવાગોલ્ડન બેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવક મેળવવા માટેનું પ્રથમ પગલું એટલેગોલ્ડન બેજ! આ ગોલ્ડન બેજ લેખકો હવે તેમની ધારાવાહિકને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ રાખી શકશે. દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે આ વિકલ્પો ઉપલબ્ધ રહેશે: પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. સિક્કાથી ભાગ અનલોક કરી શકશે. જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે. તેથી વાચકોના સાથ સાથે હવે આવક ઊભી કરવાની તક! ખાસ 'સુપર રાઇટર્સ એવોર્ડ - 6' સ્પર્ધામાં ભાગ લેવા માટેના દ્વાર તેમના માટે ખુલી ગયા છે. નિર્ણાયકોના શબ્દો, "આ ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં ઓછામાં ઓછા 20 ભાગ સાથે લેખકોએ સારી ધારાવાહિક વાર્તા લખવા પ્રયાસ કર્યા. કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી અમે વિજેતા 10 ધારાવાહિક અને અન્ય સારી 10 ધારાવાહિકને પરિણામમાં સ્થાન આપી રહ્યા છીએ. અન્ય ધારાવાહિક વાર્તાઓમાં ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા છે. તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. યાદ રાખશો, લેખક તરીકેની તમારી યાત્રા હજુ શરૂ થઈ છે. તમારો આગળનો માર્ગ તમારી સર્જનાત્મકતાનેસુંદર રીતે ઘડશે. નવા લેખક તરીકે તમારા વિચારોને વાર્તાના રૂપમાં વાચકો સુધી પહોંચાડી તમે એક પગલું આગળ વધી ગયા છો. તમારું સમર્પણ, જુસ્સો અને હિંમત ખરેખર પ્રશંસનીય છે. જોકે તમારી વાર્તાને વધુ મઠારીને સારી બનાવી શકાય છે. અમેભાગ લેનાર તમામ લેખકોને સૂચન આપીશું કે વાર્તા કેવી રીતે લખવી તેનો અભ્યાસ કરતા રહો. પ્રતિલિપિ આ વિશે ઘણું માર્ગદર્શન આપે છે તેને ધ્યાનમાં રાખો. ટોપ 10 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી) ચક્રવ્યૂહ - બિનાંગ દિવાન બિન્ની (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) જીવન સંચય - Hemali Ponda તની (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) બડા નટખટ હૈ કિશન કનૈયા - Asmita Mavapuri ATM (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) પ્રણયની સાર્થકતા - Sahil Moradiya (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) પરિણય બંધન - Shital Parmar શીતુ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) ક્રિમિનલ કેસ - Urvi Bambhaniya (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) કારણ મને પ્રેમ છે - Deepa Prashant Salunke (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) સ્નેહના સમર્પણ - Nardi Parekh (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) ચાહત તારા નામ ની - ભાર્ગવ ત્રિવેદી તત્વમસિ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) કન્યાદાન - Daya Kantariya (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) *અપડેટેડ પરિણામ--- અન્યસારી વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી) સાચો સાથી - જીવંતિકા પાઠક ફાર્મ હાઉસ - Dhruvi Patel Kizzu તેરે મેરે દરમિયાં - Trishu Miss beauty vs Mr. Akdu - Mystery girl.... લાડકી દિકરી - Kinjal Barot કુંજ અનોખી અનવી - Pushti Solanki પરિધિ પ્રથા - મીરા જોષી અસ્તિત્વ - Ratna Raval એક માં ની જીવનગાથા - Khyati Kantariya (કૃષ્ણા) - ઉપરોક્ત વિજેતા લેખકોને તથાસફળતાપૂર્વક ધારાવાહિક પૂર્ણ કરનાર અન્ય તમામ લેખકોનેપ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. - આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! - નવી સ્પર્ધા, નવી તક, નવી દિશા! - 1. ગોલ્ડન બેજ લેખકો માટે: છેલ્લી બધી સીઝનમાં અમે લેખકોની કલ્પનાને નવી ક્ષિતિજો સ્પર્શતા જોયા. વાચકોને સ્તબ્ધ કરી આજુબાજુની દુનિયા ભૂલી વાંચનમાં મગ્ન કરતા જોયા! ઘણી એવી ધારાવાહિક જોઈ જે સ્પર્ધામાં શરુ થઈ પણ પછી પોપ્યુલર - બેસ્ટસેલર વાર્તા બની ગઈ. વાચકોની સૌથી લોકપ્રિય ધારાવાહિક બની ગઈ, જેણે વાચકોને સબસ્ક્રાઈબ કરવા મજબુર કરી દીધા! લેખકોને પ્રીમિયમ દ્વારા નિયમિત આવક ઊભી થઈ. તો પછી આ સ્પર્ધાની નવી સીઝનમાં ભાગ લઈને પ્રતિલિપિ પર આગામી સુપર રાઈટર વિજેતા બનવા તૈયાર છો ને? 2. ગોલ્ડન બેજ મેળવવા માંગતા લેખકો માટે: શું તમારે પણ પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ મેળવીને દર મહિને નિયમિત આવક ઊભી કરવી છે? તો પ્રતિલિપિ ખાસ તમારા માટે જ એક્સક્લુઝિવ તક લઈને આવી છે!વધુ જુઓ
- ગોલ્ડન બેજ લેખકો માટે 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' વિશેની મહત્વપૂર્ણ અપડેટ01 ઓગસ્ટ 2023અમારા લેખકોની આવક વધે એ માટે અમે એક પગલું આગળ જઈ રહ્યા છીએ. તેથી જો તમે ગોલ્ડન બેજ ધરાવતા લેખક છો, તો સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ રહેલી તમારી ધારાવાહિકમાં અમારા નવા બદલાવ કેવી રીતે અસર કરશે તે જાણીએ - 1. પ્રતિલિપિ પર આવક મેળવવાના ફીચર્સમાં શું બદલાવ છે? - અમને જણાવતા આનંદ થાય છે કે અમે તમામ ગોલ્ડન બેજ ધરાવતા લેખકો માટે આવક ઊભી કરવાની સમાન તક લાવી રહ્યા છીએ. હવે પ્રતિલિપિ ટીમ તમારી ધારાવાહિક તપાસીને પ્રીમિયમ વિભાગમાં ઉમેરે તે માટે રાહ જોવાની જરૂર નથી. તમે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ તમારી પૂર્ણ અથવા શરૂ ધારાવાહિકને જાતે ઉમેરી શકશો. આ બદલાવથી આવકની તક તરત મળશે. તેથી સૌપ્રથમ ખાતરી કરશો કે તમે પ્લે સ્ટોર પર જઈને પ્રતિલિપિ એપ અપડેટ કરી છે. 2. સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ રહેલી મારી શરૂ ધારાવાહિકમાં શું બદલાવ આવશે? - જે ધારાવાહિક હાલ સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ છે તે તમામ ધારાવાહિક આપોઆપ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ સમાવિષ્ટ થશે. જેમાં ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. 16માં ભાગથી તમારી ધારાવાહિક લોક થઇ જશે. 3. આ બદલાવ શા માટે? જુના ફિચર કરતા આ અલગ કઈ રીતે છે? - પ્રતિલિપિ પ્રીમિયમ દ્વારા લેખકોને વધુ આવક મળે તે માટે અમે આ બદલાવ લાવી રહ્યા છીએ! અત્યાર સુધી જ્યારે તમે સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ધારાવાહિક લખો છો ત્યારે નવો પ્રકાશિત ભાગ 5 દિવસ સુધી લોક રહે છે. 5 દિવસ પછી તે ભાગ બધા વાચકો માટે અનલોક થઈ જાય છે, માટે ધારાવાહિક પૂર્ણ થઈ ગયા પછી નવા વાચક તમારી પ્રોફાઈલ પર આવીને બધા ભાગ લોક વિના વાંચી શકે છે. જેથી, તમે તેમાંથી આવક મેળવી શકતા નથી. આ બદલાવ પછી, તમે શરુ અને પૂર્ણ બધી ધારાવાહિકને 16માં ભાગથી તમામ નોન-પેઈડ વાચકો માટે લોક રાખી શકશો. જેથી, પ્રીમિયમ સબસ્ક્રાઈબર્સ વધી શકશે અને પરિણામે આવક પણ વધશે. - ઉ.દા. તરીકે, જો તમારી 50 ભાગની શરુ ધારાવાહિકમાં છેલ્લા 2 નવા ભાગ 5 દિવસ માટે લોક છે, તો જે વાચકોએ તમારી આ ધારાવાહિક નથી વાંચી તેના માટે પણ શરૂઆતના 48 ભાગ અનલોક છે. તેવા વાચક આ બધા ભાગ ફ્રીમાં વાંચી શકશે. તેમાંથી તમને કોઈ આવક મળતી નથી. આ નવા બદલાવ સાથે ધારાવાહિક બધા વાચકો માટે 16માં ભાગથી લોક થઈ જશે. જેથી વધુ લોક ભાગ વધુ આવક મેળવવાનો રસ્તો! - જ્યાં સુધી વાચક પહેલા 15 ભાગ વાંચશે નહીં ત્યાં સુધી આગળના ભાગ અનલોક થશે નહીં. એટલે ભાગ પ્રકાશિત થયા બાદ 5 દિવસમાં અનલોક થવાના બદલે, દરેક વાચકની વાંચન પ્રક્રિયાના આધારે તેના માટે અનલોક થશે, જે રીતે પૂર્ણ પ્રીમિયમ રચનાઓમાં ભાગ અનલોક થાય છે. 4. વાચકો ધારાવાહિક કેવી રીતે વાંચી શકશે? - દરેક શરુ પ્રીમિયમ ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ તમામ વાચકો માટે અનલોક રહેશે. - 16માં ભાગથી ધારાવાહિકને અનલોક કરવા માટે વાચકો પાસે નીચેના વિકલ્પો ઉપલબ્ધ રહેશે: (1)પ્રીમિયમ અથવા સુપરફેન સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે. (2)સિક્કાથી ભાગ અનલોક કરી શકશે. (3)જે વાચકો ફ્રીમાં વાંચવા માંગતા હોય તેઓ નવો ભાગ બીજા દિવસે અનલોક કરી શકશે. 5. હું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ મારી શરૂ ધારાવાહિક કેવી રીતે ઉમેરી શકું? - જો તમારી શરૂ ધારાવાહિક અત્યારે સબસ્ક્રિપ્શનનો ભાગ હશે તો તે ધારાવાહિક આપોઆપ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ આવી જશે અને ધારાવાહિકના શરૂઆતના 15 ભાગ અનલોક થઇ જશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઇ જશે. - જો તમે આ ફીચર લાગુ થયા બાદ નવી ધારાવાહિક લખવાની શરૂઆત કરો છો તો તેમાં શરૂઆતના 15 ભાગ અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઇ જશે. - 16મો ભાગ પ્રકાશિત થવા પહેલા તમને ધારાવાહિકને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ ઉમેરવાનો વિકલ્પ જોવા મળશે નહીં. 6. હું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ મારી પૂર્ણ ધારાવાહિક કેવી રીતે ઉમેરી શકું? - તમે જાતે ધારાવાહિકને 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ ઉમેરી શકશો: (1) પ્રતિલિપિ એપમાં લખો વિભાગમાં જાઓ. (2) અહીં જે-તે ધારાવાહિક પર ક્લિક કરો. (3) અહીં માહિતી સુધારો વિકલ્પ પર ક્લિક કરશો. (4) અહીં તમને ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરવાનો વિકલ્પ જોવા મળશે. જેના દ્વારા તમે ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરી શકશો. - એકવાર તમે ધારાવાહિકને આ પ્રોગ્રામ હેઠળ ઉમેરશો ત્યારબાદ 24 કલાકની અંદર આ વિશેનો કન્ફરમેશન મેસેજ તમને મળશે અને ધારાવાહિક લોક થઈ જશે. 7. મારી પાસે ગોલ્ડન બેજ છે, પરંતુ મારી શરુ ધારાવાહિક જે સુપરફેન સબસ્ક્રિપ્શનનો ભાગ નથી, શું હું એ ધારાવાહિક આમાં ઉમેરી શકું? - હા, તમે ઉપરના સ્ટેપ્સ અનુસરીને ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરી શકશો. 8. હું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામમાંથી મારી ધારાવાહિક કેવી રીતે દૂર કરી શકું? - પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ રહેલી ધારાવાહિક તમે જાતે પ્રોગ્રામમાંથી દૂર કરી શકશો નહીં. - લખો વિભાગમાંજઈનેધારાવાહિકના માહિતી સુધારો પેજમાં ધારાવાહિકને સબસ્ક્રિપ્શન હેઠળ ઉમેરવાના વિકલ્પમાં 'ના' પસંદ કરતા અમારી ટીમ પાસે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરવાની વિનંતી આવશે. જેના માટે અમારી ટીમ 72 કલાકની અંદર સંપર્ક કરીને તમને મદદ કરશે. 9. શા માટે હું જાતે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરી શકું નહીં? - જ્યારે વાચકો મૂલ્ય ચૂકવીને વાંચન કરતા હોય ત્યારે ખાસ અમે અમારા વાચકોને વાંચનમાં સતત સારો અનુભવ મળે એ માટે કાર્ય કરીએ છીએ. પ્રોગ્રામમાંથી અચાનક ધારાવાહિક દૂર થઇ જાય એટલે ભાગ લોક/અનલોક થાય જેનાથી વાચકોનો અનુભવ ખરાબ થાય છે. તેથી અમે લેખકોને પણ હંમેશા એજ સૂચન કરીએ છીએ કે વાચકોના અનુભવને નુકસાન ન પહોંચે એના માટે ધારાવાહિકને પ્રોગ્રામમાંથી દૂર કરશો નહીં. 10. આ નવા બદલાવ સાથે શું ધારાવાહિક લેખન પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયો છે? - 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ રહેલી શરુ ધારાવાહિકના તમામ બદલાવ આ મુજબ છે: (1) ધારાવાહિકના પ્રકાશિત ભાગ ડ્રાફ્ટ કે ડિલિટ કરી શકાશે નહીં. (2) ધારાવાહિકમાંથી ભાગ બહાર કાઢવા કે બહારના પહેલેથી પ્રકાશિત ભાગ ધારાવાહિકમાં ઉમેરી શકાશે નહીં. (3) ધારાવાહિકના ભાગના ક્રમ બદલી શકાશે નહીં. તેથી ભાગના ક્રમ મુજબ જ પહેલેથી ડ્રાફ્ટ બનાવશો. જેથી પ્રકાશિત થયા બાદ ભાગના ક્રમ બદલવાની જરૂર પડે નહીં. (4) લખો વિભાગમાં જઈને ધારાવાહિકના દરેક ભાગમાં 'સુધારો કરો' વિકલ્પ પહેલાની જેમ જ શરૂ રહેશે. (5) ધારાવાહિકના દરેક ભાગમાં શિડ્યુલ કરવાનો વિકલ્પ પહેલાની જેમ જ શરૂ રહેશે. - જોકે કોઈપણ ભાગ ડ્રાફ્ટ/ડીલીટ/રિ-ઓર્ડર કરવા માટે તમે તમામ માહિતી સાથે એપમાં રિપોર્ટ કરીને અમારો સંપર્ક કરી શકો છો. 11. ધારાવાહિક લેખનમાં ઉપરોક્ત અવરોધ/બદલાવ શા માટે? - ઉપરોક્ત તમામ બદલાવ લોક/અનલોક ભાગની સિસ્ટમ વાચકો માટે વ્યવસ્થિત રીતે શરૂ રહે અને વાચકોનો અનુભવ સારો રહે તે માટે જરૂરી છે. પ્રીમિયમ વાચકો અથવા સુપરફેન્સ જ્યારે લોક ભાગ વાંચવાના શરુ કરે છે ત્યારે તેમના વાંચન અનુભવમાં કોઇપણ અવરોધ/ખલેલ ન પહોંચે તે માટે જરૂરી છે. 12. 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ રહેલી મારી શરૂ ધારાવાહિક પૂર્ણ થયા બાદ હું એનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરું તો શું થશે? - તમારી ધારાવાહિક 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' પ્રોગ્રામ હેઠળ યથાવત રહેશે. રચના 16માં ભાગથી લોક રહેશે. જોકે પૂર્ણ ધારાવાહિકનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરતા રિકમેન્ડેશન સિસ્ટમને ધારાવાહિક પૂર્ણ થયાની જાણ થશે. જેથી જ્યારે પણ ધારાવાહિક પૂર્ણ થાય ત્યારે 'માહિતી સુધારો' વિકલ્પમાં જઈને ધારાવાહિકનું સ્ટેટ્સ 'સમાપ્ત' કરવું જોઈએ. 13. શું મારા સુપરફેન્સ અને પ્રીમિયમ વાચકોના વાંચન અનુભવમાં કોઈ ફેરફાર થશે? - ના, તેમના માટે ભાગ અનલોક જ રહેશે. 14. શું પ્રીમિયમ પ્રોગ્રામ હેઠળ રહેલી મારી પૂર્ણ ધારાવાહિકમાં કોઈ ફેરફાર થશે? - ના, તેમાં કોઈ બદલાવ આવશે નહીં. 15. આ નવા ફીચર/બદલાવના લીધે મને આવક અને વાચકોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા લાગે છે! શું એવું ખરેખર થશે? - આ નવા ફીચરનો મુખ્ય હેતુ લેખકોની આવક વધારવાનો છે. જોકે શરૂઆતમાં વાચકોની સંખ્યા અને આવકમાં થોડા ઘણા ફેરફાર આવે તો એ સામાન્ય છે. તેનાથી ગભરાવાની જરૂર નથી. - શરૂઆતના 15 ભાગ એકસાથે વાંચ્યા બાદ આ બદલાવથી વાચકોને લોક ભાગ વધુ જોવા મળશે. જેથી નિયમિત વાંચન માટે વાચકો સબસ્ક્રિપ્શન તરફ પ્રેરાશે. જો તમારી ધારાવાહિક નિયમિત હશે અને દરેક ભાગ ખરેખર રસપ્રદ અને વાચકોને આકર્ષી શકે એવા હશે તો આવક એ વાચકોના પ્રેમ રૂપે ચોક્કસ મળશે. - જે વાચકો સબસ્ક્રિપ્શન લેવા માંગતા નથી તેઓ સિક્કા દ્વારા અથવા ફ્રીમાં પણ વાંચન કરી શકશે. તેથી વાચકોની સંખ્યા શરૂઆતમાં ઓછી થયેલી જણાય તો એ સામાન્ય છે, પરંતુ લાંબા ગાળે પેઈડ વાચકોની સંખ્યા વધતા આવકમાં અવશ્ય વધારો થશે. 16. સ્પર્ધા હેઠળ શરુ મારી ધારાવાહિક પર પણ આ બદલાવ લાગુ પડશે? - હા, પણ નિશ્ચિંત રહેશો, તેનાથી સ્પર્ધામાંથી તમારી રચના દૂર નહીં થાય. 17. મારી શરુ ધારાવાહિકના બધા ભાગ અનલોક થઈ ગયા છે, શું મારી ધારાવાહિક સબસ્ક્રિપ્શનમાંથી બહાર થઈ ગઈ છે? - ના,જો તમારી શરુ ધારાવાહિકમાં ભાગની સંખ્યા 15 કે ઓછી હશે તો ભાગ 5 દિવસમાં અનલોક થવાની જગ્યાએ 15 સુધીના તમામ ભાગ અનલોક રહેશે. 16માં ભાગથી ધારાવાહિક લોક થઈ જશે. 18. મારી શરુ ધારાવાહિકના ભાગ ફરી લોક થઈ ગયા છે, એવું કેમ? - જો તમે તમારી પ્રોફાઈલમાં જઈને ધારાવાહિક પર પ્રીમિયમ/ડાયમંડનું ચિન્હ જોઈ શકો છો તો એનો અર્થ છે કે ધારાવાહિક પ્રીમિયમનો ભાગ છે. તેથી તેમાં 16માં ભાગથી ધારાવાહિક લોક છે. જોકે એક લેખક તરીકે તમારા માટે તમારી ધારાવાહિક હંમેશા અનલોક રહેશે. 19. 'પ્રીમિયમ સબસ્ક્રિપ્શન' હેઠળ ઉમેરાયેલી મારી નવી ધારાવાહિકમાંપ્રીમિયમવાચકો દ્વારામેળવેલી આવક હું ક્યાં જોઈ શકીશ? - આ ફીચર હેઠળ ઉમેરેલી ધારાવાહિકમાંપ્રીમિયમવાચકો દ્વારા મેળવેલી આવક તમે મહિનાના છેલ્લા દિવસે 'મારી આવક' વિભાગમાં જોઈ શકશો. આ બદલાવ વિશેતમને અન્ય પ્રશ્ન હોય તો ચિંતા કરશો નહીં, એપમાં રિપોર્ટ કરીને વિગતવાર સમસ્યા જણાવશો. અમે ચોક્કસ તેના પર ધ્યાન આપીશું. આશા છે કે, આ બદલાવથી નિયમિત લાંબી ધારાવાહિક લેખન દ્વારા તમારી આવકમાં વધારો થશે. વાંચતા રહો, લખતા રહો.ઓલ ધ બેસ્ટ! ટીમ પ્રતિલિપિ.વધુ જુઓ
- ચક્રવાતના સમયમાં પ્રેરણા આપતી વાર્તા લખો:15 જુન 2023પ્રિય લેખકમિત્ર, અમે આશા રાખીએ છીએ કે તમે સ્વસ્થ અને સલામત હશો! હાલ ગુજરાત પર સંકટ તરીકે ફરતું બિપરજોય વાવાઝોડું સામાન્ય લોકોના મનની સ્થિતિ વિચલિત કરી શકે છે. તેથી પ્રતિલિપિ તમને આ સમયમાં લોકોને નવી પ્રેરણા આપે, હિંમત આપે અને સકારાત્મક ઊર્જા આપે તેવી ચક્રવાત અને તેની અસરો આસપાસ કેન્દ્રિત પ્રભાવશાળી વાર્તા લખવા આમંત્રણ આપે છે. ચક્રવાત એ એવી કુદરતી આફત છે જે માનવ શક્તિ અને તેની મર્યાદાઓનું પરીક્ષણ કરે છે. આ ચક્રવાત પોતાની સાથે વિનાશક પવન, મુશળધાર વરસાદ અને અપાર પડકારો લાવે છે. આ સમય એકબીજા પ્રત્યે અને તમામ જીવ માટે ભાવના દર્શાવવાની ઉત્તમ તક છે! તેથી અમે તમને પણ અનોખી વાર્તા લખી વાચકોને સકારાત્મક વિચારો આપવા પ્રેરિત કરીએ છીએ. ચક્રવાતના પડકારો વચ્ચે જીવનનું મૂલ્ય, સંઘર્ષોનો સામનો, જીત તરફ આગળ વધતી કથાઓ રચી લોકો સુધી તમારો સારો સંદેશ પહોંચાડો. તમને વાર્તા માટે પ્લોટ અથવા નવા વિચાર મેળવવા પ્લોટ આઈડિયા જોતા હોય તો અમે નીચે પ્લોટ્સ આપ્યા છે: 1. અંધારી રાતમાં વિનાશક ચક્રવાતના તોફાન વચ્ચે એક કુટુંબના સભ્યો જુદા પડી જાય છે. તોફાન દરમિયાન દરેક પોતાનો બચાવ કરવા વ્યક્તિગત સંઘર્ષો અને પડકારોનો સામનો કરે છે. તેઓનું ઘર તબાહ થઈ જાય છે, છતાં હાર ન માની તેઓ પરિસ્થિતિનો સામનો કરીને એમના જીવનના સૌથી ભયાનક કલાકો વિતાવ્યા બાદ ફરી ભેગા થાય છે. તેમને નવી જિંદગી મળે છે અને કુટુંબના સભ્યો વચ્ચે મતભેદના લીધે રહેલું સંઘર્ષ હંમેશા માટે દૂર થાય છે. તેઓને એકબીજાનું મહત્વ સમજાય છે. 2. ગંભીર ચક્રવાત દરમિયાન, એક નાનો છોકરો તેના પરિવારથી અલગ થઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ જાય છે. તે છોકરો પોતાની સમજથી ઘણા મૂંગા પ્રાણીઓને બચાવી પોતાની પાસે રાખે છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધે છે તેમ, સ્વયંસેવકોનું એક જૂથ, જેમાં એક વૃદ્ધ માછીમાર, એક હિંમતવાન શિક્ષક અને એક દયાળુ ડૉક્ટર હોય છે, તેઓ એક બચાવ ટીમ બનાવે છે. તેમના સામૂહિક પ્રયાસો દ્વારા, સતત કલાકોના ઓપરેશન બાદ તેઓ છોકરાને શોધવામાં સફળ થાય છે. કુદરતી આપત્તિનો સામનો કરવા માટે એકતા અને કરુણા અહીં જોવા મળે છે. 3. ચક્રવાત માટે સંવેદનશીલ દરિયાકાંઠાના ગામમાં, એક વૃદ્ધ દંપતી આશ્રયની જરૂર હોય તેવા લોકો માટે પોતાના દ્વાર ખોલે છે. વધતી જતી ભયાનક પરિસ્થિતિ વચ્ચે ઘણા લોકો તેમના ઘરમાં આશરો લેવા આવે છે. જેમ જેમ ચક્રવાત નજીક આવતું હોય છે તેમ તેમ, દંપતી મર્યાદિત સંસાધનો અને વધતી જતી લોકોની સંખ્યા સાથે વિવિધ પડકારોનો સામનો કરે છે. પોતાના પ્રાણ બચાવવા લોકો ધક્કામુક્કી અને એકબીજાને ઘરની બહાર કરવા પણ મજબુર બની જાય છે. છેવટે વિકટ પરિસ્થિતિ જોતા વૃદ્ધ દંપતી સ્વંય ઘરની બહાર નીકળી ચક્રવાતમાં ઊભા રહી યુવાન લોકોને અંદર રહેવા જણાવે છે. આ ઘટના સૌનું હૃદય ધ્રુજાવી દે છે. 4. નવપરણિત કપલ ફરવા માટે જાય છે, પરંતુ તેઓ ચક્રવાતની અસર થનારા મુખ્ય પ્રદેશમાં ફસાય જાય છે. બચાવ ટીમ - ફોર્સ ટીમ - સ્થાનિક કર્મી, બધા મળીને લોકોનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ કપલ ત્યાંથી દૂર દરિયા કિનારા પાસે એક ગુફામાં હોય છે. ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ જણાય છે. વાવાઝોડું ટકરાવાની સાથે વધુ તીવ્ર બને છે અને અણધાર્યા પ્રશ્નો સામે આવીને ઊભા રહે છે! કેવી રીતે નવપરણિત કપલ પોતાનો જીવ બચાવી શકશે? શું કોઈ તેમની મદદ કરવા આવી શકશે? 5. એક અનુભવી ડિટેક્ટીવને એના સ્ત્રોત તરફથી એક ગુપ્ત સંદેશ પ્રાપ્ત થાય છે, જે ચક્રવાત દરમિયાન થવા જઈ રહેલા મોટા આતંકવાદી ગુનાનો સંકેત આપે છે. ઇતિહાસના ભયાનક ચક્રવાત વચ્ચે ડિટેક્ટીવ એક ટીમ ઊભી કરે છે. જેમાં યુવાન હવામાનશાસ્ત્રી, પોલીસકર્મી, દેશ માટે જીવ પણ જોખમમાં મુકવા તૈયાર યુવાનો શામિલ હોય છે. ડિટેક્ટીવ ચોક્કસ પ્લાન બનાવીને ચક્રવાતનો ફાયદો ઉઠાવી આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકોને પકડવા સજ્જ બને છે. પરંતુ ગામના લોકોનો જીવ અને ચક્રવાત દીવાલ બનીને પડકાર આપે છે! આ સંકટના સમયમાં તમારી કલમ લોકોમાં નવી ઊર્જા ભરવા અર્થપૂર્ણ યોગદાન આપી શકશે. ચક્રવાતના સમયમાં: સાચી અને લેટેસ્ટ સૂચનાઓથી માહિતગાર રહો, અફવાઓથી દૂર રહો, બારી - દરવાજા બંધ રાખીને ઘરની અંદર સુરક્ષિત રહો અથવા સુરક્ષિત સ્થળ પર રહો, ઈમરજન્સી કીટ તૈયાર રાખો, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર ધ્યાનમાં રાખો. ચાલો, સાથે મળીને આ સમયનો સામનો કરી વિજય થઈએ! સાદર,ટીમ પ્રતિલિપિવધુ જુઓ
- 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકને હાર્દિક અભિનંદન!12 મે 2023પ્રિય લેખકમિત્રો, અમે એક સ્પેશિયલ ન્યુઝ લઈને આવ્યા છીએ! જેમ તમે જાણો છો, સુપર રાઇટર્સ એવોર્ડ - 4 સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ મહાસ્પર્ધામાં જે લેખકોએ 100 કે વધુ ભાગની ધારાવાહિક નવલકથા લખીને સફળતાપૂર્વક ભાગ લીધો છે તેઓને પ્રતિલિપિ તરફથી સ્પેશિયલ ઇનામ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 100 કે વધુ ભાગની નવલકથા લખવી એ મોટો પડકાર હતો. સમય, યોગ્ય પ્લોટ, આયોજન, લેખનમાં શિસ્ત આ બધું મળીને 100+ ભાગની રસપ્રદ નવલકથા લખવા માટે લેખકોને હાર્દિક અભિનંદન! તમારો લેખન પ્રત્યેનો પ્રેમ તમારી આ મહાસિદ્ધિ વર્ણવે છે! વાસ્તવમાં અમે લેખકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદને જોઈને સ્તબ્ધ હતા! ભારતની 9 ભાષામાં યોજાયેલી આ લેખન સ્પર્ધામાં ઘણા લેખકોએ આ પડકારને પૂર્ણ કર્યો. 100/200/300 ભાગ કે તેનાથી પણ વધુ ભાગની નવલકથા લખવામાં આવી છે. આ લેખકોની પ્રશંસા કરવા શબ્દો ઓછા પડશે! પ્રતિલિપિ પ્લેટફોર્મ પર આવા અદ્દભુત લેખકો હોવાથી અમે પોતાને ભાગ્યશાળી ગણીએ છીએ. અમને ગર્વ છે અમારા એ તમામ લેખકો પર જે એમની આગામી ધારાવાહિકને એક નવી ચેલેન્જના રૂપમાં જુએ છે અને સતત આગળ વધવાનું લક્ષ્ય રાખીને લખે છે. અમને વિશ્વાસ છે કે લેખકોનું લેખન પ્રત્યેનું સર્વોચ્ચ સમર્પણ, જુસ્સો અને સખત મહેનત ભવિષ્યમાં એમનું નામ અવશ્ય મોટું કરશે. આ સ્પર્ધાને જબરદસ્ત સફળતા અપાવવા માટે અમે તમામ સ્પર્ધકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. 'સુપર રાઇટર્સ એવોર્ડ - 4માં 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે આ બ્લોગ પ્રકાશિત કરી રહ્યા છીએ. events@pratilipi.com પરથી આ લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. ગુજરાતી ભાષામાં આ સ્પર્ધામાં પ્રકાશિત થયેલી સૌથી લાંબી ધારાવાહિક નવલકથાનું બિરૂદ પ્રાપ્ત કરનાર નવલકથા: અને, એ આવી - 165 ભાગ: પ્રિયાંશી સથવારા આરિયા 100 કે તેથી વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ ધારાવાહિક નવલકથા લખનાર અન્ય તમામ લેખકોની યાદી: પ્રેમની પરિસીમા - Rachnaa Jigar Shah પલકે ઝુકી સી - love never end - Richa Modi Heart દિપજયોતી - Nisha Patel Nayan શરતો વિનાનો પ્રેમ - Hiral Dalsaniya ઉડતાં પરિંદા - Bina Joshi આકર્ષા પુર્વજન્મ એક પ્રેમ કથા - ફોરમ સોમૈયા ચાંદની દિશાવિહીન (અણસમજણની સેજમાં) - પીના પટેલ "પિન્કી" The beginning of regeneration - સપના સાવલિયા કથિરીયા h̊ål̊f̊d̊r̊e̊åm̊..... s̊åp̊n̊å જર, જમીન ને જોરૂં - Shital malani સહજ જુગનું - Shruti Parmar Bharvad રુહાનુબંધ - Ankit Chaudhary Shiv અણધાર્યું એડવેન્ચર - Sagar Vaishnav બ્લેક મીરર - Pirate Patel (Prit'z) Prit's પાનેતરનો રંગ - પંકજ જાની નોબલ પ્રિન્સેસ - પિંકલ મેકવાન પ્રેમ ની પરાકાષ્ઠા - Jagruti Rohit પાલવે બાંધી પ્રીત - Swati Shah વસુધાં મીરાં નવલકથા - વર્ષા સી. જોષી અશ્ક ભૂત, ભય અને ભગો - Ramubhai Chavda રામ ચાવડા સમુદ્રા - કલ્પના ચૌધરી અનૈશાની ડાયરી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા) દિલમાં ધબકતો એક વિશ્વાસ! - KRISHNA Honey ચક્રાવો - પલ્લવી ઓઝા નવપલ્લવ સુનીતિ સંઘર્ષ... મનોબળ કે મજબૂરી! - Sunita Mahajan સુનિ સેવ ધ ડેટ: વેઇટ ફોર વચન - બ્રિજેશકુમાર જે પટેલ સન્માન ગેંગસ્ટર રિવેન્જ સાગા - Rinku Shah રીન્કુ ઈગલ - Payal Sangani ચરમસીમા - કોમલ રાઠોડ અનિકા નસીબ નું લખેલું - Minaxi Rathod મૂંઝવણ - Gohil Takhubha શિવ એક લડત પોતાના અધિકારો માટે - શૈમી ઓઝા લફ્ઝ બેસ્ટસેલર - Keval Kotecha ઉડ ઉડ ચલી હું - Nicky Tarsariya સ્વીટ હાર્ટ - P@TL K@U રજ માયા એક સ્વપ્ન કે હકીકત? - Chandni Barad ધૂલો તો હરખપદૂડો (DTH) - ગિરીશ મેઘાણી GBMSIR વિચ્છેદ - Janak Oza ઝંકાર ઘુંઘટ - વિધી કાત્રોડિયા વર્ષા મયૂખ - Shesha Rana(Mankad) અમારી નજરમાં તમે બધા જ સુપર રાઈટર્સ છો! હંમેશા આ જુસ્સા સાથે વાચકોને પસંદ આવે તેવી ધારાવાહિક નવલકથા લખતા રહો. તમારું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે! તમારી બેસ્ટ આગામી નવલકથા લખવા માટે અત્યારે જ તમારી પાસે સોનેરી તક છે! લેખનની દુનિયામાં આગળ વધવા અને વાચકોને વધુ રસપ્રદ ધારાવાહિક નવલકથા પીરસવા માટે ભાગ લો ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધામાં, 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'. સ્પર્ધામાં 60 ભાગની ધારાવાહિક નવલકથા લખીને પરિણામમાં સ્થાન મેળવવા માટે ઓલ ધ બેસ્ટ! 60 ભાગની ધારાવાહિક લખવા તમારી પાસે પૂરતો સમય છે. સ્પર્ધાની લિંક: gujarati.pratilipi.com/event/6jewmnolup તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!વધુ જુઓ
- પરિણામ : 10K લેખન ચેલેન્જ સ્પર્ધા10 મે 2023પ્રિય લેખકમિત્રો, 10K લેખન ચેલેન્જ સ્પર્ધામાં સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર તમામ લેખકોને ખૂબ ખૂબ અભિનંદન! પરિણામમાં તમારી ધારાવાહિક વાર્તા સ્થાન પામી છે કે નહિ તેના કરતા સફળતાપૂર્વક ચેલેન્જ પૂર્ણ કરવી મોટી વાત છે!આ સ્પર્ધામાં 180+ ધારાવાહિક વાર્તાઓ સબમિટ થઈ હતી. જેને વિવિધ પરિમાણો અનુસાર નિર્ણાયકોએ તપાસી છે. નિર્ણાયકોના શબ્દો, "આ ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં ઘણા લેખકોએ સારી ધારાવાહિક વાર્તા લખવા પ્રયાસ કર્યા. હ્રદયસ્પર્શી રોમાન્સથી લઈને કાળજું કંપાવી દે એવી હોરર વાર્તાઓ પણ જોવા મળી. આટલી વિવિધ લાગણીઓથી તરબતોળ ધારાવાહિક લખનાર લેખકોનું જીવન ઉજ્જવળ છે! ખેર સ્પર્ધા હોવાથી વધુ ધારાવાહિકને વિજેતા જાહેર કરવી શક્ય નથી. તેથી પ્લોટ અને પાત્રો જેવી બાબતો સાથે અમે જે શ્રેણી કે થીમમાં વાર્તા લખવામાં આવી હતી તે શ્રેણી કે થીમમાં વાર્તાના શબ્દો, લખાણ, વાંચન માટેની પકડ અને વાંચનમાં રસ દૂર ન કરે તેવા સામાન્ય વ્યાકરણ જેવી બાબતોના આધારે વાર્તાની ગૂંથણી કેવી રહી તે ચકાસ્યું અને પછી ચર્ચા-વિચારણા કરીને વિજેતા ધારાવાહિક વાર્તાઓની પસંદગી કરી. અહીં પરિણામમાં પ્રકાશિત થયેલી તમામ 50 ધારાવાહિક વાર્તાઓ ઉત્તમ છે. અન્ય ધારાવાહિક વાર્તાઓમાં ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા છે. તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! વાર્તાના વિશ્વમાં વધુ ઊંડા ઉતરશો. નવી થીમ કે શ્રેણીમાં વાર્તાઓ ઘડવાનો પ્રયાસ કરતા રહેશો. ટોપ 7 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી) લિવ મી અલોન - મરિયમ ધૂપલી (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) આવાસનું અતીત - શિતલ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) સાયકો - કોમલ રાઠોડ અનિકા (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) ડર: એક ખૂની મહેલ - Dr. Dipak Kamejaliya 'શિલ્પી' (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) એ જિંદગી - Snehal Patel (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) રહસ્યમય સ્ત્રી - રાકેશ ઠક્કર (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) અક્ષ - Shital malani સહજ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર)--- ટોપ 20 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી) ઝલક - Story Concept(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) પ્રેમનું શરબત - Dave Yogita Yogi(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) કોશેટો - બંસરી પરમાર Unique(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) અતીતના ઓછાયા - પીના પટેલ "પિન્કી"(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) કર્ણ પિશાચીનિ - Akshay Bavda અક્ષ(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) મૈથિલી... વાત એક યુવતીનાં સંઘર્ષની - Rachnaa Jigar Shah(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) આભાસી પડછાયા - Malaya Pathak(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) જાદુનો ખેલ - Anushree Mistry રુહી(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) એક રહસ્યમય રસ્તો - Pirate Patel (Prit'z) Prit's(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) કાર્મચેડુ: એક અનહોની - અનાહિતા(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) હોસ્ટેલ લાઈફ - જય શાહ(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) Serial Killer - Jignesh Gajjar(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) ચાહત - P@TL K@U રજ(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) વાયરા વસંતના - આબિદ ખણુંસીયા "'આદાબ' નવલપુરી."(ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) --- અન્યટોપ 30 વિજેતા ધારાવાહિક (ક્રમ મહત્વના નથી) રૉકસ્ટારની લવસ્ટોરી - ટ્વીન્કલ અમૉર છળકપટ- ખોફ - Jwalant Desai ધબકાર : એક નવી શરૂઆત - NIDHI S ધ પેઈન્ટિંગ - Yogi Uma શબ્દ સ્યાહી પ્રેમનો છલકતો પ્યાલો - વર્ષા સી. જોષી અશ્ક પ્રેમ જંગ/જૂનુન (Who is Culprit?) - Chandani Shah અલગારી ચંદ્રાવલી : રહસ્યની રાણી - Krushil Golakiya ગંભીર ધ્રુવીકરણ - Nency Agravat શાપિત ખંડેર - સુનિલ ર. ગામીત નિલ ઘોસ્ટ ક્રોસિંગ - બ્રિજેશકુમાર જે પટેલ સન્માન હેટ..યુ..! - Jagruti Meera Zankhana હોરર હાઉસ - ઉર્વી જોષી પ્રણયભંગ - Sunita Mahajan સુનિ એસિડે બાળેલી જીંદગી - AVI મિશન ઇમોજી - તૃપ્તિ પટેલ (અનયા) ચાંદની - madness in love - Kavita એક બદનામ ઈશ્ક - Riddhi Bumtariya શમણાંની ભીતરે - Jyotsna Patel જ્યોત બંગલો - Neeta Jethwa R.j. શૈલજા - Herat Udavat ઝરૂખો બંગલા નંબર 19 - શાહર દેસાઈ નીલ ફરી મળીશુ - amita Shukla અમી ફેલિયર - શીતલ ચંદારાણા ( ધનેશા ) સ્નેહની પુંજી - Mallika Trivedi મીરા ગુલાબી સાંજ - Varsha Patel b@rish સંબંધ હૃદયનો - ભાવેશ ખલાસી અલ્પભાવ એક કહાની ના રહેગી અધૂરી! - Kaushik Dave રાજમહેલ: એક રાઝમહેલ - Mittal Makwana અજાણ્યો કોલ - Tarulata Pandya રત્ના અવાવરું લાગણી - Hiral Gamit - ઉપરોક્ત ટોપ 30 વિજેતા લેખકોને ડિજિટલ વિજેતા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. - આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! - નવી સ્પર્ધા, નવી તક, નવી દિશા! - 1. ગોલ્ડન બેજ લેખકો માટે: શું તમને લાગે છે કે વાર્તા લખવાથી પ્રસિદ્ધિ મેળવી શકાય? 60 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. પ્રતિલિપિ શોધી રહ્યું છે ભારતની 9 ભાષાઓમાં શ્રેષ્ઠ લેખકો! લખો તમારી સર્વશ્રેષ્ઠ એક એવી ધારાવાહિક વાર્તા જે તમને લાઈફ ટાઈમ આપશે નિયમિત આવક. ભાગ લેવા અહીં ક્લિક કરો. 2. ગોલ્ડન બેજ મેળવવા માંગતા લેખકો માટે: શું તમારે પણ પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ મેળવીને દર મહિને નિયમિત આવક ઊભી કરવી છે? તો પ્રતિલિપિ ખાસ તમારા માટે જ એક્સક્લુઝિવ તક લઈને આવી છે! ભાગ લો અમારી ટૂંકી ધારાવાહિક સ્પર્ધામાં, 'ગોલ્ડન પેન એવોર્ડ'. ભાગ લેવા અહીં ક્લિક કરો.વધુ જુઓ
- પરિણામ : સુપર રાઇટર્સ એવોર્ડ - 405 મે 2023પ્રિય લેખકમિત્રો, અમનેસુપર રાઇટર્સ એવોર્ડ - 4'સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા અત્યંત હર્ષની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે! ઘણા લેખકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેથી આ સ્પર્ધા વધુ સ્પર્ધાત્મક બની રહી! તો ચાલો જાણીએ નિર્ણાયકોનું આ સ્પર્ધા વિશે શું કહેવું છે: "પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે, અમને મળેલી200+ ધારાવાહિક નવલકથાઓની ગુણવત્તા જોઈને અમે ઘણા પ્રભાવિત થયા. પ્રેમ, રહસ્ય, થ્રિલર, હોરર, સામાજિક, સાયન્સ-ફિક્શન 'ને વિવિધ ઘણી શૈલીઓમાં લેખકોએ એમની સર્જનાત્મકતા અને કલ્પનાને પાંખો આપી. આટલી વિવિધ નવલકથાઓ વાંચવી એ જ અમારા માટે લહાવો હતો. 60+ કે 100+ ભાગની ધારાવાહિક નવલકથા લખવી એ અદ્દભુત સિદ્ધિ છે. આ તમામ નવલકથાઓનું મૂલ્યાંકન કરતી વખતે અમે ઘણા મુખ્ય પરિબળો પર ધ્યાન આપ્યું. નવલકથાની થીમ, લેખન શૈલી, પ્લોટ, પ્લોટનું બંધારણ, પાત્રો, નવલકથા દરમિયાન પાત્રોનો ગ્રોથ, સંવાદનું મહત્વ, સામાન્ય વ્યાકરણ જે વાંચનમાં રસ જાળવી રાખે અને અન્ય વિવિધ બાબતો. વધુમાં અમે એવી નવલકથાઓ શોધી રહ્યા હતા જેમાં મૌલિકતા અને એક વાચક તરીકે અમને આગળના ભાગ વાંચવા જકડી રાખવાની ક્ષમતા વધુ હોય! કારણ કે જો તમારી નવલકથામાં આગળના ભાગમાં શું થશે એ જાણવાની ઉત્સુકતા વધે તેવું લખાણ હોય તો તે નવલકથા એક ઉત્તમ નવલકથા આપોઆપ બની જાય છે. અનેક નવલકથામાં પ્લોટ-ટ્વિસ્ટ યોગ્ય રીતે મૂકવામાં આવ્યા હતા જે લેખકોની અનોખી આવડત દર્શાવે છે. અમારા મૂલ્યાંકનના આધારે ચર્ચા કરીને અમને આ સ્પર્ધાની વિજેતા નવલકથાઓની ઘોષણા કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે! લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક નવલકથા લખીને અહીં પરિણામમાં સ્થાન મેળવનાર તમામ લેખકોને હાર્દિક અભિનંદન! તમામ લેખકો ખરેખર પ્રશંસાને પાત્ર છે! સુપર રાઇટર્સ એવોર્ડ - 4ની વિજેતા ધારાવાહિક નવલકથાઓ: પ્રથમ વિજેતા ધારાવાહિક: 1.દાસ્તાન - પંકજ જાની (₹ 31,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ દ્વારા પુસ્તક પ્રકાશન + લેખકને પોતાના પુસ્તકની 20 ફ્રી નકલ + એક બ્રાન્ડ ન્યુ Amazon Kindle + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) દ્વિતીય વિજેતા ધારાવાહિક: 2.પ્રતિશોધ - જતીન પટેલ શિવાય (₹ 26,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ દ્વારા પુસ્તક પ્રકાશન + લેખકને પોતાના પુસ્તકની 20 ફ્રી નકલ + એક બ્રાન્ડ ન્યુ Amazon Kindle + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) તૃતીય વિજેતા ધારાવાહિક: 3.ભાગ્યોદય - સિદ્ધ (₹ 17,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) ચોથી વિજેતા ધારાવાહિક: 4.બ્લેક મીરર - Pirate Patel (Prit'z) Prit's (₹ 11,000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) પાંચમી વિજેતા ધારાવાહિક: 5.ગેંગસ્ટર રિવેન્જ સાગા - Rinku Shah રીન્કુ (₹ 7000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + પ્રતિલિપિ તરફથી એક એક્સક્લુઝિવ સરપ્રાઈઝ ગિફ્ટ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 6.એક અધિકાર મારો - ડૉ. રિધ્ધી મહેતા અનોખી (₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 7.ઈગલ - Payal Sangani (₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 8.ચરમસીમા - કોમલ રાઠોડ અનિકા (₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 9.રુહાનુબંધ - Ankit Chaudhary Shiv (₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 10.નોબલ પ્રિન્સેસ - પિંકલ મેકવાન (₹ 3000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 11.ઉડતાં પરિંદા - Bina Joshi આકર્ષા (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 12.અણધાર્યું એડવેન્ચર - Sagar Vaishnav (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 13.બેસ્ટસેલર - Keval Kotecha (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 14.સાંબ સાંબ સદા શિવ - સુનીલ અંજારીયા (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 15.અનૈશાની ડાયરી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા) (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 16.અને, એ આવી... - પ્રિયાંશી સથવારા આરિયા (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 17.ખલનાયિકા - નમ્રતા (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 18.મૌનના પડઘા - ત્રિમૂર્તિ (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 19.શરતો વિનાનો પ્રેમ - Hiral Dalsaniya (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 20.પુર્વજન્મ એક પ્રેમ કથા - ફોરમ સોમૈયા ચાંદની (₹ 1000 કેશ પ્રાઇઝ + પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં સીધી એન્ટ્રી + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 21.જર, જમીન ને જોરૂં - Shital malani સહજ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 22.બે ગુના એક ગુનેગાર - રાકેશ ઠક્કર (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 23.Do not Disturb - Shital Ruparelia (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 24.દિલમાં ધબકતો એક વિશ્વાસ! - KRISHNA Honey (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 25.ઉડ ઉડ ચલી હું - Nicky Tarsariya (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 26.મીરાં - વર્ષા સી. જોષી અશ્ક (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 27.પાનેતરનો રંગ - પંકજ જાની (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 28.પ્રેમની પરિસીમા - Rachnaa Jigar Shah (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 29.ચક્રાવો - પલ્લવી ઓઝા નવપલ્લવ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 30.અંગારપથ - પ્રવીણ પીઠડીયા (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 31.કહાણી એક રાતની - અલ્પેશ ગાંધી વિવેક (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 32.સુનીતિ સંઘર્ષ... મનોબળ કે મજબૂરી! - Sunita Mahajan સુનિ (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 33.પ્રેમ ની પરાકાષ્ઠા - Jagruti Rohit (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 34.ભૂત, ભય અને ભગો - Ramubhai Chavda રામ ચાવડા (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) 35.પાલવે બાંધી પ્રીત - Swati Shah વસુધાં (₹ 1000 કેશ પ્રાઇઝ + ફ્રેમ કરેલું પ્રિન્ટેડ વિજેતા પ્રમાણપત્ર) સુપર રાઇટર્સ એવોર્ડ - 4નીઉત્તમ ચૂંટાયેલી અન્યધારાવાહિક નવલકથાઓ(ક્રમ મહત્વના નથી): આ ધારાવાહિક નવલકથાઓ પણ ઉત્તમ રહી છે. લેખકોને ખૂબ ખૂબ અભિનંદન!ડીજીટલ વિજેતાપ્રમાણપત્ર દ્વારા લેખકોને સન્માનિત કરવામાં આવશે. સેલિબ્રેશન-એક દૂજે કે લિયે - સંધ્યા દવે કાવ્યા Detective Witch 2.0-રહસ્યમય નાગલોક - Shivaay સ્વીટ હાર્ટ - P@TL K@U રજ દિશાવિહીન (અણસમજણની સેજમાં) - પીના પટેલ "પિન્કી" The Dark World: A call to Saitan - અનાહિતા પલકે ઝુકી સી - love never end - Richa Modi Heart ઋણાનુબંધ - falguni dost જીંદગીની રમત - સંધ્યા "સાંજ" ચૌધરી તલાશ : પ્રતિશોધથી શોધ સુધીની સફર - રાકેશ ઠાકર તરંગ એક ઘૂંટડો સુખ - આબિદ ખણુંસીયા "'આદાબ' નવલપુરી." ખુદની ખોજમાં - દિવ્યાબા જાડેજા વાઘેલા વચન આગલા જન્મનું - Mittal Shah સેવ ધ ડેટ: વેઇટ ફોર વચન - બ્રિજેશકુમાર જે પટેલ સન્માન માયા એક સ્વપ્ન કે હકીકત? - Chandni Barad ઘુંઘટ - વિધી કાત્રોડિયા વર્ષા આઘાત પ્રત્યાઘાત - Rutul Oza "મહેચ્છા " જુગનું - Shruti Parmar Bharvad ઔરા ઓફ શક્તિપુંજ - Rima Trivedi મધુવનમાં - Rajesh Parmar મિશન ઇન બ્લૂમ - Hima patel હિમ કર્મનુંફળ - Sachin Soni નસીબ નું લખેલું - Minaxi Rathod અનેરો સંગાથ An Unconditional Journey - અમલ મૂંઝવણ - Gohil Takhubha શિવ મયૂખ - Shesha Rana(Mankad) ઋણાનુબંધ - Varsha Patel b@rish રંગીલો - Charmy Jani અંત એક માયાજાળ નો - નવ્યા Navya માનસપટ - Pravina ઉજળી પ્રીતનાં પડછાયા કાળા - દક્ષેશ ઈનામદાર "DIL" દિલ, દોસ્તી અને દુનિયાદારી - Ketan Jain "John" સમુદ્રા - કલ્પના ચૌધરી પાંગરતો પ્રેમ - Krushil Golakiya ગંભીર The beginning of regeneration - સપના સાવલિયા કથિરીયા h̊ål̊f̊d̊r̊e̊åm̊..... s̊åp̊n̊å દિપજયોતી - Nisha Patel Nayan પપ્પા : વ્હાલનો દરિયો ભાગ - Rikita Dharmakar RK સુપર રાઇટર્સ એવોર્ડ - 4માં 100 કે વધુ ભાગ ધરાવતી વિશિષ્ટ નવલકથાઓ લખનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે અમે જલ્દી જ નવો સ્પેશિયલ બ્લોગ પ્રકાશિત કરીશું. તમામ સ્પર્ધકો માટે નિર્ણાયકોના શબ્દો: "આ સ્પર્ધામાં તમે સ્પર્ધક બનીને નવલકથા પૂર્ણ કરી તે જ સૌથી મોટી સિદ્ધિ છે. સ્પર્ધા હોવાથી બધી નવલકથા વિજેતા થાય એ તો શક્ય નથી. પરંતુ આવી વિશાળ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેવો એ જ સન્માનની વાત છે. તે માટે તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમારા લેખનને અવિરત આગળ વધારતા રહો, તો જ તમે સફળતા ક્યારેય ગુમાવશો નહીં! ક્યાંક લેખન તો ક્યાંક પ્લોટ, પાત્રો કે અન્ય બાબતમાં કચાશ રહેવાથી તમારી નવલકથા આગળ - પાછળ રહેવાથી પરિણામમાં રેન્ક આવે અથવા ન પણ આવે એ શક્ય છે. તેથી તમારી નવલકથા વિજેતા થઈ હોય કે ન થઈ હોય, હંમેશા યાદ રાખશો કે આ સ્પર્ધામાં ભાગ લેવાનો તમારો અનુભવ સૌથી વધુ મૂલ્યવાન છે. જેમાં તમને ઘણું શીખવા મળ્યું હશે અને વિજેતા નવલકથા પરથી પણ લેખક તરીકે આગળ વધવા તમને ઘણું જાણવા મળી શકશે. સખત મહેનત એક દિવસ તમારા લેખન બાગને સુંદર રીતે ખીલવશે. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બધી નવલકથા જોયા બાદ અમે તમામ લેખકોને ઉપયોગી બની શકે તેવા અમુક મુદ્દા જણાવવા માંગીશું. જ્યારે તમે નવલકથા ધારાવાહિક સ્વરૂપે લખો ત્યારે તેમાં દરેક ભાગ અને દરેક ભાગ એક બીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તે ખૂબ મહત્વ ધરાવે છે. નવલકથાનો પ્લોટ, પાત્રો તથા વિષયવસ્તુ પર ધ્યાન આપીને તમારી વાક્યરચના, સામાન્ય વ્યાકરણ, રસપ્રદ સંવાદ તથા તમારી નવલકથા એક બેઠકે વાંચવા જકડી રાખે તેવું લખાણ, આવી ઘણી બાબતો હોય છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેથી તમે આગામી ધારાવાહિક કે નવલકથા લખો ત્યારે પહેલેથી યોગ્ય આયોજન બનાવો. તમારી દરેક ધારાવાહિક નવલકથા એક લેખક તરીકે તમારો વિકાસ કરવા અને લેખનમાં સુધાર લાવવાની તક છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ!ભાગ લેનાર દરેક સ્પર્ધકને આકર્ષક ડિજિટલ પ્રમાણપત્રદ્વારા સન્માનિત કરવામાં આવશે. events@pratilipi.comપરથી લેખકોને જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. લેખનની દુનિયામાં આગળ વધવા અને વાચકોને વધુ રસપ્રદ ધારાવાહિક નવલકથા પીરસવા માટે ભાગ લો ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધામાં, 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5'. સ્પર્ધામાં 60 ભાગની ધારાવાહિક નવલકથા લખીને પરિણામમાં સ્થાન મેળવવા માટે ઓલ ધ બેસ્ટ! 60 ભાગની ધારાવાહિક લખવા તમારી પાસે પૂરતો સમય છે. સ્પર્ધાની લિંક:gujarati.pratilipi.com/event/6jewmnolup તમારી કલમ આમ જ અવિરતપણે સુંદર સાહિત્ય-સર્જન કરતી રહે તેવી આશા સાથે ફરીથી સૌ લેખકોને અઢળક અભિનંદન!વધુ જુઓ
- જય જય ગરવી ગુજરાત!04 મે 2023લેખકમિત્ર, 1 મે ગુજરાત સ્થાપના દિન! એટલે કે મે મહિનો ગુજરાતીઓ માટે ખૂબ ખાસ છે. એમાં પણ ખાસ તો લેખક તરીકે તમને પોતાની માતૃભાષા ગુજરાતી પર અઢળક ગર્વ હોવો જોઈએ. તમારે ગુજરાત દિનની ઉજવણી પૂર જોશમાં કરવી જોઈએ! કેવી રીતે? ચાલો જાણીએ. પ્રતિલિપિ દ્વારા ભારતની ઘણી ભાષાઓમાં સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' લોન્ચ થઈ છે. દેશભરના લેખકો આ સ્પર્ધામાં પોતાની માતૃભાષામાં ધારાવાહિક નવલકથા લખીને ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે! તો પછી ગુજરાતી ભાષા કેમ પાછળ રહે? એક ગુજરાતી લેખક તરીકે તમારે એ સિદ્ધ કરી બતાવવું જોઈએ કે ગુજરાતી લેખકો ક્યાંય પાછળ નથી. આ સ્પર્ધા એક એવું મંચ છે જ્યાં તમે તમારો અવાજ હજારો લોકો સુધી સરળતાથી પહોંચાડી શકો છો. નવા ઉભરતા કે અનુભવી ગુજરાતી લેખકોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની અને તેમના લેખનને ઓળખ અપાવવાની મોટી તક એટલે 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' સ્પર્ધા! કેવી રીતે મોટી તક? પ્રથમ વિજેતાને ₹ 11,000 કેશ પ્રાઇઝ, દ્વિતીય વિજેતાને ₹ 7,000 કેશ પ્રાઇઝ, તૃતીય વિજેતાને ₹ 5,000 કેશ પ્રાઇઝ! ટોપ 20માં સ્થાન પામેલા અન્ય 17 વિજેતાઓને ₹ 3000 કેશ પ્રાઇઝ! ટોપ 20 લેખકોને ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર કુરિયર દ્વારા ઘરે મળશે! આ સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેનાર તમામ લેખકોની ધારાવાહિક વાચકોના સૌથી પ્રિય 'પ્રતિલિપિ પ્રીમિયમ' વિભાગમાં જશે, જ્યાં વાચકો રચનાઓ વાંચવા સૌથી વધુ સમય વિતાવે છે! પ્રીમિયમ ધારાવાહિક બનતા જ તમને નિયમિત આવક મળવાની શરૂ થશે. એટલે એક ધારાવાહિક અને આજીવન આવક! જ્યારે આટલી તક એક ધારાવાહિક લખીને ગુજરાતી ભાષામાં પણ મળી શકે તો ગુજરાતી લેખક પાછળ થોડી રહી શકે? ઉપરાંત, 100+ ભાગ સાથે સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખશે, તેમને પ્રતિલિપિ તરફથી એક સુંદર ભેટ મળશે! અરે, હજુ ઈનામી યાદી પૂર્ણ નથી થઈ! હજુ ઘણું છે! જાણવા માટે અહીં ક્લિક કરો. તેથી, લેખકમિત્ર, વિશ્વને બતાવો કે ગુજરાતીમાં પણ એક ધારાવાહિક નવલકથા લખીને કિસ્મત બદલી શકાય છે. તમે આ માટે સક્ષમ છો. બસ જરૂર છે તો યોગ્ય આયોજનની. પ્લોટ, પાત્રો, ધારાવાહિક રસપ્રદ બનાવવાની સિક્રેટ ચાવી, ટાઈમ મેનેજમેન્ટ, વગેરે બધું અહીં લિંક પર ક્લિક કરીને જાણો અને આજે જ ધારાવાહિક વાર્તા લખવાની શરૂઆત કરો: ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!વધુ જુઓ
- શું તમને લાગે છે કે વાર્તા લખવાથી પ્રસિદ્ધિ મેળવી શકાય?02 મે 202360 કરતાં વધુ ભાગમાં લખવામાં આવેલી એક નવલકથા તમારું જીવન બદલી શકે છે. પ્રતિલિપિ શોધી રહ્યું છે ભારતની 9 ભાષાઓમાં શ્રેષ્ઠ લેખકો!લખો તમારીસર્વશ્રેષ્ઠ એક એવી ધારાવાહિક વાર્તા જે તમને લાઈફ ટાઈમ આપશે નિયમિત આવક. પ્રતિલિપિ દ્વારા ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધા 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' લોન્ચ થઈ ગઇ છે. આ લેખન સ્પર્ધાએ ઓનલાઈન સાહિત્યના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે! આ સ્પર્ધા થકી હજારો લેખકો ઉત્તમ વાર્તા લખીને આવક મેળવવાના એમના સપનાને પૂર્ણ કરી રહ્યા છે. આ સ્પર્ધામાં તમારે ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછા 60+ ભાગ સાથેની નવી ધારાવાહિક વાર્તા લખવાની રહેશે. જે ફક્ત આ સ્પર્ધા માટે એક્સક્લુઝિવ હોવી જોઈએ. તમે કોઈપણ વિષય / પ્લોટ / થીમ / શૈલીમાં લખી શકો છો. આ વખતે તમારી પાસે 5 મહિનાનો સમય હશે. મનમાં રમતા અદ્દભુત વિષયવસ્તુને, પાત્રોને, ઘટનાઓને અને વિચારોને તમારી કલમથી જીવંત બનાવો. નોંધ: કૃપા કરી સ્પર્ધાની તમામ વિગતો છેલ્લે સુધી વાંચો. સૌથી પહેલા તો અમારા એક્સક્લુઝિવ ઇનામો પર નજર કરો: (1) સુપર રાઇટર્સ માટે: 1.પ્રથમ વિજેતા:₹ 11,000કેશ પ્રાઇઝ+ ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ 2.દ્વિતીય વિજેતા:₹ 7,000કેશ પ્રાઇઝ+ ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ 3.તૃતીય વિજેતા: ₹ 5,000કેશ પ્રાઇઝ+ ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ 4. ટોપ 20માં સ્થાન પામેલાઅન્ય 17 વિજેતાઓને ₹ 3000કેશ પ્રાઇઝ!+ ખાસ ડિઝાઇન કરેલ ફ્રેમવાળું વિજેતા પ્રમાણપત્ર + નીચે જણાવેલા અન્ય લાભ (2) સફળતાપૂર્વક ભાગ લેનાર તમામ લેખકો માટે: 5. સફળતાપૂર્વક પ્રકાશિત થયેલતમામ ધારાવાહિક વાર્તાઓ પ્રીમિયમ વિભાગનો ભાગબનશે. એટલેનિયમિત આવકમેળવવાની તક 6. સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર લેખકોનેડિજિટલ પ્રમાણપત્ર 7. ભવિષ્યમાંઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવાની વિશેષ તક 8. પ્રતિલિપિ એપનાહોમપેજમાં અને ફેસબુકમાં ધારાવાહિકનું વિશેષ પ્રમોશન 9.નવી સ્પર્ધા, નવી તક અને નવી ધારાવાહિક વાર્તા સાથે વાચકોના દિલ જીતવાની તક (3) 100+ ભાગ સાથે સફળતાપૂર્વક ધારાવાહિક વાર્તા લખનાર લેખકો માટે: 10.100+ ભાગની ધારાવાહિક નવલકથાલખવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દરેક લેખકના સાહિત્ય-સર્જનને બિરદાવવા માટે તેમને કુરિયર દ્વારાનિશ્ચિત ટ્રોફી કે ઈનામમોકલીને સન્માનિત કરવામાં આવશે. ભાગ લેવા માટેના નિયમો: 1. પ્રતિલિપિમાં પોતાની પ્રોફાઈલ પરગોલ્ડન બેજ ધરાવતા તમામ લેખકોઆ સ્પર્ધામાં ભાગ લેવાની યોગ્યતા ધરાવે છે. 2. તમારી ધારાવાહિકમાંઓછામાં ઓછા 60 ભાગહોવા જોઈએ અને તમે જેટલા પણ ભાગ લખો એદરેક ભાગમાં ઓછામાં ઓછા 1000 શબ્દોહોવા જોઈએ. 3. તમે કોઈપણ વિષય / પ્લોટ / થીમ / શૈલીમાં નવી ધારાવાહિક લખી શકો છો.પ્લોટ આઈડીયા મેળવવા અહીં ક્લિક કરો. 4.તમારી ધારાવાહિક સબસ્ક્રિપ્શન હેઠળ રાખવી ફરજિયાત છે. 5. આ સ્પર્ધામાં ભાગ લેવા ધારાવાહિક પ્રકાશિત કરતી વખતેસુપર રાઇટર્સ એવોર્ડ - 5 શ્રેણીપસંદ કરવી ફરજિયાત છે. 6. તમારી ધારાવાહિક સ્પર્ધાની અંતિમ તારીખ સુધીમાં પૂર્ણ થવી ફરજિયાત છે. અધૂરી ધારાવાહિક સ્પર્ધામાં માન્ય ગણાશે નહિ. 7. આ સ્પર્ધામાં ધારાવાહિક પ્રકાશિત કરવાના સ્ટેપ્સ શું છે? - અગાઉની સિઝનમાં અમે સુપર રાઇટર્સ એવોર્ડમાં ભાગ લેવાની પદ્ધતિની વિસ્તૃત સમજણ આપતો એક વિડિયો તૈયાર કર્યો હતો. અહીં ફરીથી એ જ વિડિયો શેર કરી રહ્યા છીએ પરંતુ યાદ રહે, આ વખતે સ્પર્ધાના નિયમોમાં ફેરફાર છે. જે સ્પર્ધાના નિયમોમાં જણાવ્યા મુજબના છે. https://www.youtube.com/watch?v=gyI1hK3owtI 8. સ્પર્ધાના પરિણામ માટે મૂલ્યાંકનના કયા કયા માપદંડ રહેશે? - નિર્ણાયકો અને અમારી એડિટર ટીમ દ્વારા તમામ નિયમો સાથે સફળતાપૂર્વક પ્રકાશિત થયેલી તમામ ધારાવાહિક વિવિધ પરિમાણો મુજબ તપાસવામાં આવશે. જેમકે, ધારાવાહિકનો પ્લોટ, વાર્તાનું લખાણ, પાત્રો અને એનું વર્ણન, શરૂઆતથી લઈને અંત સુધી વાર્તાની પકડ, વાર્તાને રસપ્રદ બનાવવાની ક્ષમતા, સામાન્ય વ્યાકરણ, વગેરે. 9. મારી પાસે ગોલ્ડન બેજ છે પરંતુ લાંબી ધારાવાહિક લેખન નથી ફાવતું, શું કરું? -અમે જાણીએ છીએ કે લાંબી ધારાવાહિક લખવી એ સરળ કાર્ય નથી. પરંતુ અમે તમારા માટે તેને સરળ બનાવી દીધું છે! તમારા થોડા કલાકો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે! લાંબી ધારાવાહિક સરળતાથી લખવા વિશેના અમારા એક્સક્લુઝિવ સેશન નીચેની લિંક દ્વારા તપાસો. 1 | લાંબી ધારાવાહિક માટે પ્લોટ કેવી રીતે વિકસાવવો 2 | પાત્રો અને સબ-પ્લોટ કેવી રીતે વિકસાવવા 3 | વાર્તા લેખનમાં દ્રષ્ટિકોણ, ઘટનાઓ - તેનો ક્રમ અને પ્લોટ હોલ્સ 4 | ભાગોનું વિભાજન અને સીન/દ્રશ્ય લેખન 5 |સંવાદ (ડાયલોગ્સ) અને પ્રથમ ભાગને કેવી રીતે લખવો? 6 | હૂક એટલે શું? કેવી રીતે ઉમેરવું? પ્લોટ ટ્વિસ્ટ અને વાર્તાનો અંત કેવી રીતે કરવો? 7 | લોકપ્રિય વાર્તાઓ અને તેના ભાગોનું એનાલિસિસ/વિશ્લેષણ 8 | વાર્તા લખતી વખતે જોવા મળતી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉકેલો (બ્લોક/સ્ટ્રેસ/સમય) 9 | વિવિધ લાગણીઓ કેવી રીતે લખવી? 10 | વાચકોને કેવી રીતે આકર્ષવા? પ્રમોશન કેવી રીતે કરવું? 11 | પુનરાવર્તન, વિવિધ શ્રેણીની સમજ, લાંબી ધારાવાહિક સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ફાયદા 10. મારી પાસે ગોલ્ડન બેજ નથી, ગોલ્ડન બેજ મેળવવા હું શું કરી શકું? - આ સ્પર્ધા માત્ર ગોલ્ડન બેજ ધરાવતા લેખકો માટે જ છે. પણ નિરાશ ન થશો. આ સ્પર્ધા દરમિયાન તમે પણ ગોલ્ડન બેજ મેળવવા પ્રયાસ કરી શકો છો. ગોલ્ડન બેજ પ્રાપ્ત થયા બાદ તમે ચોક્કસ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. - પ્રતિલિપિ પર ગોલ્ડન બેજ લેખક બનવા માટે બે સામાન્ય શરતોનું પાલન થવું જરૂરી છે: (1) તમારી પાસે ઓછામાં ઓછા 200 ફોલોઅર્સ હોવા જોઈએ. (2) ત્યારબાદ તમે 30 દિવસમાં ઓછામાં ઓછી 5 રચના પ્રકાશિત કરી હોવી જોઈએ. મહત્વની તારીખો: - સ્પર્ધાની શરૂઆત: 6 માર્ચ, 2023 - સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ: 4 ઓગસ્ટ, 2023 - પરિણામની તારીખ: 1 ઓક્ટોબર, 2023 કેટલીક મહત્વની ટેક્નિકલ માહિતી: 1. તમે એ સુનિશ્ચિત કરો કે તમે પ્રતિલિપિ એપ્લિકેશનનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન વાપરી રહ્યા છો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અપડેટ અંગે માહિતી મેળવી શકાય છે. 2. ટોપ લેખકો/લીડરબોર્ડ ફીચરને સ્પર્ધા સાથે કોઈ સંબંધ નથી. તેથી આ સ્પર્ધા માટે તેને ધ્યાનમાં રાખીને કઇ વિચારવું નહિ. 3. જો તમે આ પેજની નીચે 'બધી એન્ટ્રીઓ' એવું જુઓ છો, તો તે માત્ર ટેકનીકલ સમસ્યા છે. એને સ્પર્ધા કે એન્ટ્રી સાથે કોઈ સંબંધ નથી. 4. રચના પ્રકાશિત કરતી વખતે સ્પર્ધાની શ્રેણી 'સુપર રાઇટર્સ એવોર્ડ - 5' પસંદ કરતા તમારી રચના આપોઆપ સ્પર્ધાનો ભાગ બને છે. 5. કોઈ પણ મુંઝવણ જણાય તો નિઃસંકોચ રહીevents@pratilipi.comપર અમારો સંપર્ક કરશો. ટીમ પ્રતિલિપિ હંમેશા તમારી સાથે છે. હજારો લેખકો સાથે પ્રતિલિપિ પણ રોજ મહેનત કરે છે, જેથી લેખકોના સપના સાકાર થઇ શકે. અમે એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ જ્યાં લેખકોને નિયમિત લેખન સાથે વાચકોના પ્રેમથી લાંબા ગાળે સતત આવક મળતી રહે. આ સમયની શરૂઆત થઈ ગઈ છે! એટલે આ સમય હાથમાંથી જવા દેશો નહીં. અમે અને વાચકો તમારી બેસ્ટ ધારાવાહિકની રાહ જોઈશું. કોણ બનશે આગામી સુપર રાઇટર્સ? દેશના સર્વશ્રેષ્ઠ લેખકને શોધવા અમે અત્યંત આતુર છીએ, તમે પણ આ સ્પર્ધા માટે તૈયાર છો ને? સુપર રાઇટર્સ એવોર્ડ - 5 સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ટીમ પ્રતિલિપિ તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!વધુ જુઓ
- વાર્તા લખવા માટે પ્લોટ જોઈએ છે?06 એપ્રિલ 2023નમસ્કાર લેખકમિત્ર, નવી ધારાવાહિક વાર્તા લખવા માટે વિચાર નથી આવી રહ્યા? નવી ધારાવાહિક કોઈ નવા પ્લોટ પર લખવાની કોશિશ કરવી છે? તો ખાસ તમારા માટે જ અહીં અમે વિવિધ પ્લોટ્સની યાદી આપી છે. આ પ્લોટ પર અથવા આ પ્લોટના આધારે નવા પ્લોટ બનાવીને લખો તમારી શ્રેષ્ઠ ધારાવાહિક વાર્તા! 1. રોમાન્સ નવલકથાઓથી લોકોનું દિલ જીતનાર એક પ્રખ્યાત લેખક કે જેણે અમુક વર્ષોથી લખવાનું બંધ કર્યું. તેની મુલાકાત એક દિવસ પુસ્તકની દુકાનના માલિક સાથે થાય છે. ધીમેધીમે તેઓ સારા મિત્ર બને છે. લેખકને લખવા માટે નવી પ્રેરણા મળે છે. બંનેને એકબીજા માટે લાગણી જાગે છે પરંતુ બંનેનો ભૂતકાળ અવરોધ બનીને એમની સામે ઊભો છે! 2. એક સફળ બિઝનેસવુમનની કંપનીમાં એક પ્રભાવશાળી યુવાન નોકરી કરવાની શરૂ કરે છે. બંનેની અણધારી મુલાકાતો થાય છે. વાતચીત - મળવાનું વધે છે, પરંતુ ફેમેલી સ્ટેટ્સ અને અતીત એમના સંબંધને મુશ્કેલ બનાવે છે. 3. પોતાનો મોટાભાગનો સમય અભ્યાસમાં આપીને કોલેજમાં પ્રથમ આવતી યુવતી તેની કોલેજના કેમ્પસમાં ફૂટબોલ પ્રેક્ટિસ કરતા એક યુવાનના પ્રેમમાં પડે છે. તે યુવાન રમત-ગમતમાં કોલેજમાં પ્રથમ આવે છે. કોલેજના પ્રોફેસર તે બંનેને એક પ્રોજેક્ટ પર કાર્ય કરવા જણાવે છે. જેમાં એ બંનેને સાથે સમય વિતાવવો પડે છે. મિત્રો, પરિવાર, પોતાનું લક્ષ્ય, શું આ બધી બાબતો સાથે પ્રેમ સફળ થશે? 4. નિવૃત્તિના સમયે એક અનુભવી ડિટેક્ટીવ ફરી મેદાનમાં ઊતરે છે જ્યારે વર્ષો જૂનો એક સિરિયલ કિલર જેલમાંથી ભાગીને ડિટેક્ટીવના પરિવાર, મિત્રો અને નજીકના લોકોને નિશાન બનાવવાનું શરૂ કરે છે. ઘડિયાળના કાંટા ઝડપથી ફરી રહ્યા છે, મોત સામે આવી ગઈ છે. શું ડિટેક્ટીવનો ભૂતકાળ એના વર્તમાનનો અંત કરી દેશે? 5. દેશભરમાં થઈ રહેલી સામાન્ય લાગતી પણ અસામાન્ય હત્યાઓને ધ્યાનમાં લેતા ઓફિસરને ટૂંક સમયમાં ખ્યાલ આવે છે કે આ હત્યાઓ સરકાર પાડવા માટે થઈ રહેલું બહુ મોટું કાવતરું છે. માસ્ટરમાઇન્ડને પકડવા અને દેશને બરબાદ થતો બચાવવા ઓફિસર શરૂ કરે છે એક સિક્રેટ ઓપરેશન. શું તે બચાવી શકશે પોતાના દેશને? 6. શહેરથી દૂર એક હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ પર આવેલા એક વિદ્યાર્થીને ખબર પડે છે કે ત્યાં દર્દીઓનો ઉપયોગ ભયંકર રીતે મેડિકલ ઍક્સ્પરીમેન્ટ્સ માટે કરવામાં આવી રહ્યો છે. તે વિદ્યાર્થી આ રોકવા પ્રયાસ કરે છે પણ તે પોતે જ શિકાર બનવાની તૈયારીમાં હોય છે! શું તે પોતાનો જીવ બચાવી અન્ય દર્દીઓની મદદ કરી શકશે? 7. શહેરથી દૂર એક ટાપુ પર પાર્ટી હોય છે. છ - સાત મિત્રોનું ગ્રુપ પાર્ટીમાં જાય છે, પરંતુ ટૂંક સમયમાં જ બધાને ખ્યાલ આવી જાય છે કે તેઓ ત્યાં ફસાય ગયા છે. ટાપુથી પાછા જવાનો કોઈ રસ્તો નથી. બચવા માટે પાર્ટીના સાયકો હોસ્ટ દ્વારા બનાવવામાં આવેલી મોત જેવી જ ભયાનક ટ્વિસ્ટેડ ગેમ રમીને જીતવું પડશે! 8. એક યુવતી શ્રીમંત પરિવારના બાળકો માટે લિવ-ઇન કેરટેકર તરીકે નોકરી શરૂ કરે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેની સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે અને તેને જાણ થાય છે કે બાળકો સામાન્ય નથી! તે ઘરમાં કાળા રહસ્યો સાથે આત્માઓ ફરી રહી છે. યુવતી ભાગવા પ્રયાસ કરે છે પરંતુ ઘર કોઈપણ રીતે ખુલતું નથી. શું તે પોતાને બચાવી શકશે? 9. યુવતી પાછલી રાત્રે શું થયું તેની યાદ વિના જાગે છે, તે યાદ કરવા પ્રયાસ કરે છે પરંતુ તેને યાદ આવતું નથી. થોડીવારમાં પોલીસ તેને એરેસ્ટ કરવા તેના ઘરે આવે છે. યુવતીએ રાત્રે કોઈનું મર્ડર કર્યાનો દાવો યુવતીનો પ્રેમી કરે છે! 10. યુવાનના જીવનમાં પરિવર્તન આવે છે જ્યારે તેની હાઇસ્કૂલની પ્રેમિકા વર્ષો બાદ શહેરમાં આવે છે. હવે યુવાનને તેની ગર્લફ્રેન્ડ અને જૂની પ્રેમિકામાંથી કોઈ એકને પસંદ કરીને જીવનમાં આગળ વધવાનું હોય છે. પોતાના વિચારો, બંને યુવતીના દિલની વાત, જીવનના લક્ષ્ય, આ બધા વચ્ચે કેવી રહેશે યુવાનની જિંદગી? 11. શહેરની યુવતીઓને ટાર્ગેટ બનાવતા એક સિરિયલ કિલરને શોધવા માટે એક યુવાન પોલીસને ઈન્ચાર્જ સોપવામાં આવે છે. તપાસ આગળ વધતા યુવાનને ખ્યાલ આવે છે કે ખૂની તેની કોઈ નજીકની વ્યક્તિ જ છે! અતીતના કાળા રહસ્યો પરથી પડદો હટાવવા અને હત્યાઓને રોકવા યુવાન બનાવે છે એક પ્લાન! 12. એક નવપરિણીત કપલ એક નવા ઘરમાં તેમના જીવનની શરૂઆત કરે છે, પરંતુ થોડા જ સમયમાં વિચિત્ર ઘટનાઓથી એ ઘર ઘેરાવા લાગે છે. પત્નીને ઘટનાઓની કડી જોડતા એક કાળા સાયાનો અંદાજો આવે છે જેનો રાઝ તેના પતિના અતીત સાથે જોડાયેલો હોય છે. પત્નીને તેના પતિ પર શંકા થતા તે તપાસ શરૂ કરે છે. 13. અણધારી રીતે યુવક અને યુવતીની મુલાકાત થાય છે. બંનેના વિચારો ન મળતા એકબીજા સાથે ફક્ત ઝઘડા થાય છે, પરંતુ ધીમેધીમે તેઓને એકબીજા માટે પ્રેમ જાગે છે. જેને સમજવો એ બંને માટે અઘરો પડે છે! પોતપોતાના લગ્નના એક દિવસ પહેલા એ બંને એકબીજાને દિલની વાત જણાવે છે. 14. બે ખાસ બહેનપણી એક જ યુવાનના પ્રેમમાં હોય છે. તે બંને એકબીજાની લાગણીથી અજાણ હોય છે. યુવાન માટે તે બંને યુવતીઓ ખાસ ફ્રેન્ડ હોય છે. બંને માંથી કોઈને દુઃખી કરવી એના માટે શક્ય નથી, પરંતુ જયારે બંને બહેનપણી એના પ્રેમ વિશે યુવાનને જણાવે છે ત્યારે યુવાનનો અઘરો સમય શરૂ થાય છે. 15. મિત્રોનું ગ્રુપ ફરવાના સ્થળે એક પ્રાચીન ખંડેર શોધે છે, પરંતુ જેમ જેમ તેઓ તેમાં ઊંડા ઉતરે છે, તેઓને ખ્યાલ આવે છે કે તે માત્ર ખંડેર જ નથી પરંતુ એક શાપિત સ્થળ છે. જેમ જેમ તેઓ તેના રહસ્યોને ઉજાગર કરે છે, તેઓને વિચિત્ર ઘટનાઓ અને ભયાનક શક્તિઓનો સામનો કરવો પડે છે. શ્રાપથી બચવા અને બધાનો નાશ થાય એ પહેલા તેઓ ભાગવાની યોજના બનાવે છે.ધારાવાહિક વાર્તા સરળતાથી કેવી રીતે લખવી તે જાણવા અહીં ક્લિક કરીને અમારા એક્સક્લુઝિવ સેશન તપાસો.અહીં ક્લિક કરીને પ્રતિલિપિની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો.વધુ જુઓ
- પ્રતિલિપિ એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા અંગે20 માર્ચ 2023નમસ્તે મિત્રો! અમે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ! અમારા લેખકો વધુ આવક મેળવી શકે એ માટે અમે એપમાં એક બદલાવ લાવી રહ્યાં છીએ. આ ફીચર તમે એપમાં સરળતાથી વાપરી શકો એ માટે ખાતરી કરશો કે, તમે પ્રતિલિપિ એપનું લેટેસ્ટ વર્ઝન વાપરી રહ્યા છો. જો તમે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ નથી કર્યું તો તમારા લેખનના અનુભવમાં સમસ્યા આવી શકે છે. નીચે આપેલી લિંક વડે તમે એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો - https://play.google.com/store/apps/details?id=com.pratilipi.mobile.androidhl=en_INgl=US આ બદલાવ શું છે તેના માટેની સંપૂર્ણ માહિતી અમે આવનારા દિવસોમાં જણાવીશું. આભાર! ટીમ પ્રતિલિપિવધુ જુઓ
- પરિણામ : નવતર જીવતર07 માર્ચ 2023નવતર જીવતર સ્પર્ધાના બગીચામાં આશરે 400 જેટલી અદ્ભુત વાર્તાઓના ફૂલ ખીલવવા બદલ સૌપ્રથમ તમામ લેખકોને હાર્દિક અભિનંદન! આ આંકડો નાનો નથી! આવા આંકડા સ્પર્ધા અને સ્પર્ધકની કિંમત વધારે છે.પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધાને એક ઉત્તમ સ્પર્ધા બનાવવા બદલ અભિનંદન! સ્પર્ધાની તમામ એન્ટ્રીઓ વાંચતી વખતે નિર્ણાયકો પણ ઘણી નવીન વાર્તાઓ વાંચીને અત્યંત ખુશ થયા. નિર્ણાયકોના શબ્દો, "સૌથી વધુ આનંદ એ વાતનો છે કે મોટા ભાગના સ્પર્ધકોએ 'નવતર જીવતર' વિષયને કોઈ એક રીતે બાંધ્યો નથી પણ વિસ્તાર્યો છે. અમુક વાર્તાકારો તદ્દન નવા વિષયો લઈને આવ્યા તો અમૂકે સામાન્ય વિષયને સારી માવજત (treatment) આપી. ખેર સ્પર્ધા હતી એટલે દરેક વાર્તાઓને અમે પસંદ કરી વિજેતા બનાવીએ એ તો શક્ય ન હતું. અમે સ્પર્ધામાં અપાયેલા વિષય પર અનોખી રીતે પ્લોટ ગુંથીને વાર્તા ઘડી હોય એના પર ધ્યાન આપ્યું, ઉપરાંત સામાન્ય વ્યાકરણ, વાર્તાનું લેખન, પાત્રો, વગેરે જેવી બાબતો પર ભાર આપી પરિણામ તૈયાર કરવામાં અમને પણ ઘણી ચર્ચા કરવી પડી. અહીં પરિણામમાં પ્રકાશિત થયેલી તમામ વાર્તાઓ ખરેખર ઉત્તમ છે. અન્ય વાર્તાઓમાં પણ ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા. સ્પર્ધામાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! આશા રાખીએ કે ભવિષ્યમાં તમે વાર્તાના વિશ્વમાં વધારે ઊંડા ઉતરશો. જે લેખકો વિજેતા નથી બન્યા એમણે નિરાશ થવાની જરૂર નથી. આટલા બધા સ્પર્ધકો વચ્ચે સ્પર્ધામાં ભાગ લેવો એ જ સૌથી મોટી સફળતા છે. - ટોપ 10 વિજેતા(ક્રમ મહત્વના નથી) - યુ ટર્ન - મરિયમ ધૂપલી શ્યામ - Vandana Patel જીવનદાન - Maulik Trivedi મોહક સ્મિત - Shital malani પાનખરનુ પુષ્પ - Swati Shah ભીમો બંધાણી - જિજ્ઞાસા જાની પુર્નજન્મ - Heena Dave એક પગલું પૂર્ણતા તરફ - Jagruti Meera પાનખરે ખીલ્યું વસંત - Leena Mehta Parekh આપણું ઘર - Archana Panchal - ઉપરોક્ત ટોપ 10 વિજેતાઓને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. - ટોપ 30 વિજેતા (ક્રમ મહત્વના નથી) - નિવૃત્તિ - Maulik Trivedi ચોળાયેલી ચબરખી - બંસરી પરમાર પાનખરમાં વસંત - પ્રણય ત્રિકોણ - સંધ્યા દવે ઉર્જા એક મિશાલ - Dina Chhelavda લટ - એસ.કે. આલ પેસેન્જર - પુલ - મરિયમ ધૂપલી સાક્ષાત્કાર - રૂપેશ દલાલ હકીક્ત - અનન્યા - અવનિ આનંદ ચિનગારી ની ચમક - અક્સ્માતથી અડગ - બ્રિજેશકુમાર જે પટેલ સેક્રીફાઈજ ઈન ધ ડ્રીમ-અવની - Chandrika Rabari સપનાની ઉડાન - પીના પટેલ "પિન્કી" કથીરમાંથી સોનું - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ધાર્યું ધણીનું થાય છે - Malaya Pathak નવતર વિશ્વાસ - Archana Panchal બદલાવ - Manali Modi અમર - Shirin Kagalwala ગુણવંતી બહેન - Sunita Mahajan હું ચંદા - Bina Joshi જીવન પરીક્ષા - ચૌહાણ ભાવના સ્નેહનું સગપણ - Dipali Kothiya એક બપોરે મંદિરમાં - Hiral Gamit લવ યુ જિંદગી - Jasmina Shah વિજેતા - jayesh patel યે જીવન હૈ - Jagruti Meera પ્રેમરૂપી પ્રકાશના કિરણો - Mittal Makwana મીની - Niya ચમત્કારને નમસ્કાર - Om Guru લક્ષ્ય - પલ્લવી ઓઝા ધૈર્ય સાથે નવી શરૂઆત - PRITI PATEL " સ્નેહ " કે સાથ મળ્યો ને ફરી જીવી ઊઠ્યાં - Yogi Uma ધ્રુવી - Ritaben Makwana પુનર્જન્મ - અનાહિતા સ્નેહનું ઘર - Shesha Rana (Mankad) નવી વારસાઈ - શ્વેતા પટેલ શરૂઆત - શિલ્પા પંચમીઆ ગુંજન ધ સાઈકલિસ્ટ - Vijay Parmar - ઉપરોક્ત ટોપ 30 વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર મોકલીને સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. - અન્ય ચૂંટાયેલી વાર્તાઓ (ક્રમ મહત્વના નથી) - નવી જિંદગી - નવતર પહેલ - Pravina Sakhiya ઢીંગલું - Ashq Reshmmiya તમારી સાક્ષી - Bina Joshi બગલા ભગત - ભરતચંદ્ર શાહ એ પાણીપુરી - ચિન્મયી કોટેચા ઋણાનુબંધ - Dina Chhelavda વળાંક - Heena Dave કંકુ - Ankit Chaudhary નલિની - ડૉ.શરદ કે. ત્રિવેદી મારી ઉડાન - Rachnaa Jigar Shah નવો જન્મ - ડૉ. પૃથ્વી ગોહેલ તૃપ્ત આત્માની પ્રેમની પળ - Mallika Trivedi માંજો (એક ધારદાર દોરી) - પલાસ સ્મિતા થેંક યું મે'મ - Jasmin Patel ઉંચું આકાશ - પલ્લવી ઓઝા શરૂઆત - Chaudhari Rashmika "રસુ" આસ્થા - ઝલક ભટ્ટ ફિનિક્સ પક્ષી - મનુભાઈ શ્રીમાળી રાહ એનાં પત્રની - Archana Panchal ફિનિક્સ - મરિયમ ધૂપલી મારું જીવન મારી શરૂઆત - અવનિ આનંદ જનેતા - એસ.કે. આલ પલ - સૂર્યોદય - બંસરી પરમાર લક્ષ્ય દોડ - Leena Mehta Parekh - ઉપરોક્ત ચૂંટાયેલી વાર્તાઓને ડિજિટલ પ્રમાણપત્ર મોકલીને સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. - આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! - ટૂંકીવાર્તા સ્પર્ધા બાદ હવે ટૂંકી ધારાવાહિક વાર્તા અને નવલકથા લખવાની સ્પર્ધા / ચેલેન્જમાં ભાગ લો: 1. સુપર રાઇટર્સ એવોર્ડ - 5: પ્રીમિયમમાં વાર્તા લખી આવક મેળવો! 2. પ્રતિલિપિ ફેલોશિપ રાઈટીંગ ચેલેન્જ: તમારા થોડા કલાકો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે! 3. 10K લેખન ચેલેન્જ સ્પર્ધા: કોઈપણ વિષય/શ્રેણી/થીમ પર લખો 10 ભાગની અદ્દભુત ધારાવાહિક!વધુ જુઓ
- પરિણામ : ફેન-ફિક્શન15 ફેબ્રુઆરી 2023પ્રતિલિપિ દ્વારા પ્રથમ વખત અને નવતર પ્રયોગ રૂપે ફેન-ફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય પણ અલગ અને નવો હોવાથી લખવામાં સરળતા રહે એ તો શક્ય નહતું. છતાં ઘણા લેખકોએ આ સ્પર્ધામાં વાર્તા લખવા કોશિશ કરી તેથી તમે તમામ નિયમો પૂર્ણ કરીને સ્પર્ધા ભાગ લઇ શક્યા કે નહિ એના કરતા પણ સૌથી પહેલા તમે કોશિશ કરી એ માટે ખૂબ ખૂબ અભિનંદન! સ્પર્ધામાં આવેલી વાર્તાઓની સંખ્યા અને ક્વોલિટીના આધારે નિર્ણાયકો દ્વારા પરિણામ આપવામાં આવ્યું છે. જે અંતિમ પરિણામ રહેશે. નિર્ણાયકોના શબ્દો, "ફેન ફિક્શન વિષયથી આપણા લેખકો વધુ પરિચિત હોય એવું જણાયું નથી, છતાં જે વાર્તાઓ અમે જોઈ તેમાં સરસ પ્રયત્ન જોવા મળ્યા. ફેન ફિક્શન વાર્તાનો અર્થ એ નથી કે તમે મૂળ રચનાને તમારી રીતે ફરીથી લખો. અમે જોયું હતું કે ફેન ફિક્શન શું હોય અને કેવી રીતે લખવું એના પર પ્રતિલિપિ દ્વારા સારી માહિતી શેર કરવામાં આવી હતી. તમારે મૂળ રચના અથવા પાત્ર પર તમારી નવી વાર્તા લખવાની હોય છે. જે વાસ્તવમાં અઘરું છે કારણ કે, જે-તે પાત્ર કે રચના લોકોના મનમાં પહેલેથી છે. તમારે એ પાત્ર અથવા પ્લોટ પર સંપૂર્ણ નવી વાર્તા ઘડીને, એમાં તમારા અનોખા ટ્વિસ્ટ, સંઘર્ષ કે અન્ય પાત્રો ઉમેરીને વાર્તાને નવી દિશા આપવાની હોય છે. અમે ફેન ફિક્શન સ્પર્ધામાં આવેલી આશરે 50 જેવી વાર્તાઓમાં નવીનતા, આકર્ષક પ્લોટ, મજબૂત રીતે પાત્રોનું ઘડતર, વાંચવામાં ખલેલ ન પહોંચાડે એવું સામાન્ય વ્યાકરણ જેવી બાબતો ચકાસી છે. જોકે અમને સ્પર્ધાની વિજેતા લિસ્ટમાં આવી શકે એવી વધુ રસપ્રદ વાર્તાઓ જોવા મળી નહીં. જેનું મુખ્ય કારણ સ્પર્ધાનો વિષય અને વાર્તાઓની ઓછી સંખ્યા છે. તેથી ફક્ત 4 રચનાઓ વિજેતા થઇ છે. વિજેતા થવા બદલ લેખકોને અઢળક અભિનંદન! જે લેખકોની વાર્તા વિજેતા નથી બની એમણે નિરાશ થવાની જરૂર નથી. સફળતા ક્યારેક તો ચોક્કસ મળશે!" સ્પર્ધામાં તમામ નિયમો સાથે લખાયેલી ધારાવાહિકમાંથી 4 વિજેતા ધારાવાહિક વાર્તાઓ નીચે મુજબ છે: 1. સ્વીકૃતિ - Never underestimate me! - ડૉ.રિધ્ધી મહેતા 2. પ્રેમનો દેવતા - Chandani Shah 3. પપ્પા પરણાવો સાવધાન! - સંધ્યા દવે 4. ને મારું મન મોહી ગયું... - Rachnaa Jigar Shah - ઉપરોક્ત 4 વિજેતાઓને ઈનામી રકમ અને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. --- અન્ય ચૂંટાયેલી વાર્તાઓ (ક્રમ મહત્વના નથી) નિર્મળા (વહેતી નદી) - પીના પટેલ "પિન્કી" કોમળ કટાર - Shital malani શ્યામા સુંદરી! - Sunita Mahajan ખિચડી - શીતલ ચંદારાણા ( ધનેશા ) દિયા ઔર બાતી હમ! - ᴋᴏᴍᴀʟ ꜱᴇᴋʜᴀʟɪʏᴀ My Heartless Sweetheart - Richa Modi તું જ મારી ચાહત - Neel Bhatt સાથ નિભાના સાથિયા - Hemakshi Thakkar દયા ભાભી હાજિર હો! - Sudha Gupta આ સ્પર્ધામાં ભાગ લઈને ફેન ફિક્શન વિષય પર વાર્તા લખવાનો પ્રયાસ કરનાર તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે આપ પ્રતિલિપિ પર સુંદર વાર્તાઓ લખતા રહેશો. આપની કલમથી કમાલ કરતાં રહો!વધુ જુઓ
- પરિણામ : પ્રેમની એક અનોખી વાર્તા સિઝન 215 ફેબ્રુઆરી 2023પ્રેમની એક અનોખી વાર્તા સ્પર્ધાની સીઝન 2માં આશ્ચર્ય કરાવતી અદ્ભુત ધારાવાહિક વાર્તાઓ લખવા બદલ સૌપ્રથમ તમામ લેખકોને હાર્દિક અભિનંદન!પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધા ખરેખર સાહિત્ય જગતની એક અનોખી સ્પર્ધા બની રહી. સ્પર્ધાની તમામ એન્ટ્રીઓ વાંચતી વખતે નિર્ણાયકો પણ 'પ્રેમ' વિષય પર અઢળક અને નવીન વાર્તાઓ વાંચીને અત્યંત ખુશ થયા. નિર્ણાયકોના શબ્દો, "સુંદર રીતે વણાયેલ પ્લોટ વાર્તાને શરૂઆતથી અંત સુધી જોડી રાખે છે. ગુજરાતી સાહિત્યમાં પણ વેમ્પાયર, કોન્ટ્રાકટ મેરેજ અને અન્ય નવી થીમ પર સારી વાર્તાઓ લખી શકાય છે, જે આ સ્પર્ધાની રચનાઓથી સ્પષ્ટ જણાય છે. આશરે 200 જેટલી ધારાવાહિક વાર્તાઓમાં પ્લોટ્સ, પાત્રાલેખન, સંવાદો, સામાન્ય વ્યાકરણ, વગેરે જેવી ઘણી બાબતોના આધારે પરિણામ તૈયાર કરવામાં અમને પણ ઘણી ચર્ચા કરવી પડી. અમને વિવિધ વિષય પર એકથી એક ચડિયાતી ધારાવાહિક વાર્તાઓ જોવા મળી. જોકે સ્પર્ધા હતી એટલે નાનામાં નાની દરેક બાબતના આધારે રેન્ક આપવા જરૂરી છે. અહીં શોર્ટલિસ્ટ થયેલી તમામ વાર્તાઓ ખરેખર ઉત્તમ છે. અન્ય વાર્તાઓએ પણ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે પરંતુ જેમ કહ્યું કે સ્પર્ધા છે એટલે દરેક વાર્તા 20 વિજેતા વાર્તામાં આવે એ તો શક્ય નથી. પણ ચોક્કસ, કલમના સાથ સાથે આટલી અદ્દભુત વાર્તાઓ લખવા માટે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લેખકો વિજેતા જ છે. અહીં એક વાત વિજેતા અને અન્ય તમામ લેખકો માટે પણ ઉપયોગી રહેશે કે વાર્તા લખી તેને પ્રકાશિત કરતા પહેલા ધ્યાનપૂર્વક વાંચો. જેથી તમે નાની મોટી ભૂલ સુધારી શકો." ટોપ 3 વિજેતા 1. મસ્તાની મેમ - Shital malani 2. શૂન્ય શોધે એકને - Sudha Gupta 3. રક્તપિપાસા - પંકજ જાની --- ટોપ 20 વિજેતા (ક્રમ મહત્વના નથી) 25 - Leena Raval Patgir આગ... એક પ્રતિશોધ! - Sunita Mahajan Life After Death - Chandani Shah મનસુફી - ત્રિમૂર્તિ સાવકી માની છોકરી - ભરત ચકલાસિયા શોધ સત્યની - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે એક ફેરો પ્રેમનો - અલ્પેશ ગાંધી એ... - Shital Ruparelia કંઈક વણકહ્યાં અહેસાસો - Rachnaa Jigar Shah શિવોહમ્: એક અનંત રાહ - Pravina Sakhiya શ્રી ૧| - Malaya Pathak The guard of the SWORD - શિતલ કૃષ્ણપ્રિયા : શૈબ્યા - Kinjal Shelat Vyas ધૂપછાંવ - sonal parmar છળપ્રપંચ - Rinku Shah માધવ મીરાં એક પ્રેમકથા - વિધી કાત્રોડિયા પ્રેમ પૂર્વજન્મનો - Krishna Zapadiya - ઉપરોક્ત ટોપ 20 વિજેતાઓને ઈનામી રકમ અને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે events@pratilipi.com પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. --- અન્ય ચૂંટાયેલી વાર્તાઓ (ક્રમ મહત્વના નથી) દાવપેચ - પીના પટેલ "પિન્કી" Arranged marriage - Meghna Sanghvi માતૃત્વની ઝંખના - Sunita Mahajan ડાર્લિંગ... How Far Can Love Go? - Abhijeetsinh Gohil મિત્ર કરાર... ખરીદેલ સંબંધની દાસ્તાન! - Lata મુલાકાત... માત્ર ત્રીસ મિનિટની - Neel Bhatt નેહાલિકા... અ લવ સ્ટોરી - નિલેશ ટાંક રાવિ... એક પ્રેમકથા - Snehal Patel આ તે કેવો પ્રેમ? - Niya 1234 કમનસીબ - Tej સાયામ નગર - તૃપ્તિ પટેલ (અનયા) છુપો પ્રેમ - રાકેશ ઠક્કર તારી આંખનો અફીણી - સંધ્યા દવે ઈશ્ક રુહાની - અનાહિતા કહો પૂનમના ચાંદને - Rima Trivedi દિલનો અધૂરો ખૂણો - Bijal Lad પ્રેમની ભવાઈ - ઉર્વી જોષી 00:00 અ' ક્લૉક - તૃપ્તિ પટેલ (અનયા) ચેરી બ્લોસમ - સોનલ પટેલ ચિત્કાર - રૂપેશ દલાલ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે આપ પ્રતિલિપિ પર આવી જ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ આપની કલમથી કમાલ કરતાં રહો!વધુ જુઓ
- હું પુરુષ: પરિણામ15 ડીસેમ્બર 2022નમસ્તે લેખકમિત્રો, જેને બહુ જ ઓછું આઉટરેજ મળે છે તેવા 'આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ'ને અનુલક્ષીને પ્રતિલિપિ ગુજરાતી દ્વારા યોજાયેલી વાર્તા સ્પર્ધા 'હું પુરુષ'ને લેખકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આશરે 200 સંખ્યામાં ખરા અર્થમાં પડદા પાછળ રહી જતાં પુરુષોના પુરુષાર્થની ગાથા લખવા બદલ તમામ લેખકો પ્રશંસાને પાત્ર છે. એક મહત્વની વાત... સાહિત્યમાં શું સારું અને શું વધુ સારું તેનો નિર્ણય કરવો ખૂબ કઠિન કાર્ય છે. છતાં આખરે આ એક સ્પર્ધા છે અને એટલે જ મર્યાદિત સંખ્યામાં ચુનંદી રચનાઓને વિજેતા જાહેર કરવી જરૂરી છે. અમારા નિર્ણાયકોએ શ્રેષ્ઠ રચનાઓ પસંદ કરવા પ્રયાસ કર્યો છે જેની યાદી આપ અહીં જોઈ શકો છો; અલબત્ત અમે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક લેખકને બિરદાવીએ છીએ. સૌ વિજેતાઓને અભિનંદન... ટોપ 10 (ક્રમ મહત્વના નથી) માં તે માં... લક્ષ્મી ડાભી સજ્જન મરિયમ ધૂપલી ડેડી મોમ Archana Panchal🌻 "નિર્દોષ!" Dr. Priyanka Gorasiya ડોમેન્સ્ટિક વોઈલેન્સ... Ankit Chaudhary રાધિકા, I love u... "નદી " વ્યથા એક પુરુષની Mamta Pandya મારી ખુશી.... અનાહિતા એક પુરુષ "બહુરૂપીયો" ('હું પુરુષ' વાર્તા સ્પર્ધા ) Pravina Sakhiya સુખનો પાયો Shital malani ટોપ 30 (ક્રમ મહત્વના નથી) રુદન - Ketan Jain પ્રેમપિપાસા - Jyotsna Patel હવે હું શું કરું?? - પલ્લવી ઓઝા આભાર પિતાજી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે રુદન - કોમલ રાઠોડ પુરુષની વેદના " કાયદો " ( હું પુરુષ સ્પર્ધા ) - Rikita Dharmakar જવાબદારી ️ - બંસરી પરમાર " સપનું " - Bina Joshi સપનુ થયું સાકાર - Mayuri Dadal પુરુષ ના આંસુ - manisha patel "ચલતી કા નામ જિંદગી" ( સ્પર્ધા - હું પુરુષ) - Kaushik Dave હું એટલે....... દરિયો..... - Khyati Thanki નિષ્ઠુર - Jagruti Meera લોભ ને થોભ નહીં - Malaya Pathak એક શ્વાસ તો જીવી લો .... - Mallika Trivedi ડોક્ટર આકાશ-: એક લોખંડી પુરુષ. - Neeta Jethwa મન હોય તો માળવે જવાય - પીના પટેલ "પિન્કી" મારાં પણ અરમાનો છે.( હું પુરુષ છું. સ્પર્ધા અંતર્ગત) - Yogi Uma કોણ હાર્યું ? - Chaudhari Rashmika "રસુ" સ્વાર્થી અરમાનો - શ્વેતા પટેલ ઝુરાપો - એસ.કે. આલ એક પુરુષની ગાથા (હું પુરુષ પ્રતિલિપિ સ્પર્ધા) - બળવા સુભાષ એન. મર્દ કો દર્દ નહીં હોતા? (સ્પર્ધા-હું પુરુષ.) - Sunita Mahajan ભીતરની વ્યથા - Swati Shah મર્દત્વ - ઉત્કર્ષ ભટ્ટ હું પુરુષ ...1 - Vaishali Joshi palival પુરુષનાં હદયની વેદનાનો અહેસાસ (સ્નેહ છલકતી પ્રેમકથા.) - Aniruddhsinh zala 👳 દાદા: ઘરનો મોભ 👳 ( હું પુરુષ સ્પર્ધા) - બ્રિજેશકુમાર જે પટેલ "અશ્રુઓની કસમ!" 'હું પુરુષ' વાર્તા સ્પર્ધા - સંધ્યા દવે પુરુષની વેદના - falguni dost હાં હું એક પુરુષ છું... - Ankit Gohel13🇮🇳 કેદી નંબર ૧૮૦ - jayesh patel મારો ભાઈ - કૃણાલ જાદવ હું પુરુષ... - Selvina Khristi પુરૂષ નામે મશીન - Shaharbhai Desai પંચમ - વાર્તા નંબર - 2 (હું પુરુષ ) વાર્તાસ્પર્ધા - H .zala. પરિશ્રમ થી પરીણામ સુધી... - Dishaba Vaghrola વિજેતાઓને તેમના પ્રમાણપત્ર અંતર્ગત આગામી થોડા દિવસોમાં events@pratilipi.com પરથી ઈમેઈલ કરવામાં આવશે.વધુ જુઓ
- જાણો પ્રતિલિપિનો આવનારા સમય માટેનો ધ્યેય!15 ડીસેમ્બર 2022નમસ્કાર લેખકમિત્રો,પ્રતિલિપિની શરૂઆત કઈ રીતે થઇ ત્યાંથી લઈને કઈ રીતે આ પ્રતિલિપિ પરિવારનો વિવિધ ભાષાઓમાં વિકાસ થયો, પ્રતિલિપિ આવનારા વર્ષો માટે શું વિઝન ધરાવે છે અને લેખકો કઈ રીતે પ્રતિલિપિના આ ધ્યેય સાથે સુસંગત થઈ તેમની લેખન યાત્રાનો વિકાસ કરી શકે એવી વગેરે બાબતો અમારા પરિવાર સાથે શેર કરવા માટે અમે એક ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું.પ્રતિલિપિના સુંદર સંસ્મરણોને માણવા અને ભવિષ્યના વિઝન વિશે સમજવા નીચેની લિંક પર ક્લિક કરી આ વાતચીતનું રેકોર્ડિંગ જુઓ અને સમજો! https://youtu.be/oI-R4hODSGMસાદર,ટીમ પ્રતિલિપિ ગુજરાતી.વધુ જુઓ
- પ્રતિલિપિ પર વધુ ભાગો સાથે લાંબી ધારાવાહિક લખવાના ફાયદાઓ:23 નવેમ્બર 2022નમસ્તે લેખકમિત્ર, આશા છે, કુશળ હશો! આજે આપણે પ્રતિલિપિ એપ્લિકેશનમાં વધુ ભાગો સાથે લાંબી ધારાવાહિક લખવાના તમામ સંભવિત અને અદભૂત ફાયદાઓની ચર્ચા કરીશું. ધારાવાહિક લખવામાં ઘણો સમય, ધીરજ અને વાર્તા કહેવાની અસાધારણ કુશળતાની જરૂર પડે છે. એક લેખક તરીકે તમે વિચારતા હશો કે તમે તમારો સમય આપીને પ્રતિલિપિ એપ્લિકેશનમાં લાંબી ધારાવાહિક લખો તો તમને બદલામાં શું મળશે. આ લેખ તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે અને તમને આ અંગે 100% સ્પષ્ટતા આપશે. પ્રતિલિપિ પર લાંબી ધારાવાહિક આપનું જીવન બદલી શકે છે: જાણો કેવી રીતે? (આખો લેખ ધ્યાનપૂર્વક વાંચશો, તમને ઘણી ઉપયોગી માહિતી જાણવા મળશે.) 1. જો તમે પ્રતિલિપિ પર એક લોકપ્રિય લેખક બનવા ઈચ્છો છો, તો લેખનને તમારી કારકિર્દી બનાવો અને 20000+ લેખકોની જેમ તમારા સાહિત્ય સર્જનમાંથી રોયલ્ટી કમાવવાનું શરૂ કરો - આ માટેનો એકમાત્ર ઉપાય લાંબી ધારાવાહિક લેખન છે! 2. પ્રતિલિપિ એપનું અલ્ગોરિધમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે વાચકોના ઉપકરણોમાં લાંબી ધારાવાહિકને આપમેળે વધુ દૃશ્યતા (વિઝીબિલિટી) આપે છે. વધુ દૃશ્યતા એટલે નવા વાચકો અને ફોલોઅર્સ મેળવવાની વધુ તકો! 3. ઉપરનો મુદ્દો ફરી વાંચો. જો તમારી પાસે પ્રતિલિપિમાં ગોલ્ડન બેજ નથી, તો તેને મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે આજે જ એક લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરો! તમે જોશો કે વાચકોમાં તમારી લોકપ્રિયતા કેટલી જાદુઈ રીતે વધે છે. 4. લાંબા સાહિત્યમાં વાચકોને જકડી રાખવાની ક્ષમતા છે. એકવાર વાચકો તમારી લાંબી ધારાવાહિક વાંચવાનું શરૂ કરે, તેઓ અંત સુધી તમામ ભાગો વાંચતા રહે છે. આમ તેઓ તમારી પ્રોફાઇલમાં વધુ સમય વિતાવે છે અને તમારી એકંદરે વાચકોની સંખ્યા વધે છે. 5. ઉપરોક્ત કારણસર, તમારી વાર્તાને જેટલી વધુ વાંચવામાં આવશે તેટલી વધુ તેને એપ્લિકેશન હોમપેજ પર દર્શાવવાની વધુ સારી તક મળશે. એકવાર તે થઈ જાય, પછી તમે જોઈ શકશો કે એક સાથે હજારો વાચકો તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે. 6. તમારી નવલકથા માટે તમારી પાસે જેટલા વધુ ભાગો હશે, તમને વાચકો તરફથી વધુ પ્રેમ મળશે અને તમને વધુ સ્ટીકર્સ મળશે. 7. જો તમારી લાંબી પૂર્ણ ધારાવાહિક પ્રીમિયમ હેઠળ મૂકવામાં આવે છે, તો વાચકો ઉત્સુકતાથી સિક્કા દ્વારા લૉક કરેલા ભાગોને અનલૉક કરશે તેવી શક્યતા વધુ છે. તેથી તમારી કમાણી વધે છે. 8. જ્યારે ગોલ્ડન બેજ લેખકો રોમાંચક અને આકર્ષક લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરે છે, ત્યારે તેમની પાસે સુપરફેન સબ્સ્ક્રાઇબર્સ મેળવવાની પુષ્કળ તકો હોય છે જે ફક્ત તમારી વાર્તા વાંચવા માટે ચૂકવણી કરે છે. સ્વાભાવિક છે કે આનાથી પણ તમારી આવકમાં ફાયદો થાય છે. 9. પ્રતિલિપિ ટીમ હંમેશા પ્રીમિયમ વિભાગ માટે 60/80/100+ કરતા વધુ ભાગો સાથે લોકપ્રિય લાંબી ધારાવાહિકની શોધી રહી છે. જો તમે લાંબી ધારાવાહિક લખો અને તે લોકપ્રિય બને, તો અમારી ટીમ તમારી વાર્તાની સમીક્ષા કરશે, તમારો સંપર્ક કરશે અને તમારી વાર્તાને પ્રીમિયમ વિભાગમાં મૂકશે તેવી સંભાવના ઘણી વધુ છે. એકવાર તમારી રચના પ્રીમિયમ વિભાગમાં જાય, પછી તમે આજીવન દર મહિને સબસ્ક્રિપ્શનમાંથી રોયલ્ટી મેળવશો! છે ને મહત્વની વાત? 10. ધારો કે તમારી રચના ભવિષ્યમાં પ્રીમિયમ વિભાગમાં લેવામાં આવશે અને પ્રીમિયમ રીડર તમારી રચના વાંચે છે. આ સ્થિતિમાં તમારી ધારાવાહિકના જેટલા વધુ ભાગો હશે, તેટલી જ તમારી સબસ્ક્રિપ્શનમાંથી કમાણી થશે - માત્ર તમારી રચનાની લંબાઈને કારણે! 11. પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગમાં હજારો રચનાઓ છે. પરંતુ ડેટા કહે છે કે લાંબી ધારાવાહિક રચનાઓ કે જેમાં 100+થી વધુ ભાગો છે તે અદભૂત કામ કરે છે અને તેમાં સૌથી વધુ ક્લિક્સ મળે છે. વાચકો આ રચનાઓ સૌથી વધુ વાંચી રહ્યા છે અને આ લેખકોને નિયમિત રોયલ્ટીની સૌથી વધુ રકમ મળી રહી છે. 12. અહીં મજાની વાત એ છે કે જો તમે સતત લાંબી ધારાવાહિક લખતા રહેશો, તો તમારી રચનાને વાચકોના ઉપકરણોમાં વધુ સારી રીતે દૃશ્યતા મળશે. આ કારણે, ઘણા બધા પ્રીમિયમ વાચકો પણ તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે, તમારી ચાલુ ધારાવાહિકના લૉક કરેલા ભાગોને અનલૉક કરશે અને રચના વાંચશે. તમને મહિનાના અંતે આ માટે રોયલ્ટીની વધારાની રકમ પ્રાપ્ત થશે. 13. જો તમારી લાંબી ધારાવાહિક પ્લેટફોર્મ પર લોકપ્રિય બને છે, તો પ્રતિલિપિ આઈપી ટીમ દ્વારા તમારી રચના માટે કરાર કરવાની સંભાવના ઘણી વધી જાય છે. અમારી IP ટીમ અમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ શ્રેષ્ઠ રચનાઓ શોધી રહી છે અને લેખક પાસેથી તે રચનાના કૉપિરાઇટ ખરીદે છે. બદલામાં લેખકને કાનૂની કરાર અને યોગ્ય રકમ પણ ચૂકવવામાં આવે છે. 14. અમારી IP ટીમ પણ હંમેશા તમામ રસપ્રદ રચનાઓ પર ધ્યાન આપે છે. પ્રેક્ષકોને સાહિત્ય સ્વરૂપે જે રચનાઓ પસંદ આવી હોય તેને ઓડિયોબૂક કે કોમિક સ્વરૂપે રજૂ કરવા માટે IP ટીમ દ્વારા આપની રચના પસંદગી પામી શકે છે. જેમાં પણ આપ નિયમિત આવક મેળવી શકો છો. ___________________________ ટૂંકમાં, હાલમાં જો તમે એક લેખક તરીકે ઝડપથી સફળ થવા ઈચ્છો છો અને ભારતના સૌથી મોટા ડિજિટલ પબ્લિશિંગ પ્લેટફોર્મ- પ્રતિલિપિ પર લેખન કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો લાંબી ધારાવાહિક લખવી એ એકમાત્ર રસ્તો છે! તેથી અત્યારે જ અનેક ટૂંકી વાર્તાઓ લખવાને બદલે, અમે સૂચવીએ છીએ કે તમે આજે જ 1 અથવા 2 ખરેખર લાંબી ધારાવાહિક લખવાનું શરૂ કરો, પ્લોટ, સબપ્લોટ, પાત્રો બનાવવા માટે તમારો સમય ફાળવો અને 100+ ભાગોથી આગળ વધવાનો પ્રયાસ કરો. પ્રતિલિપિ દ્વારા આયોજિત તમામ ઇવેન્ટ્સનું આયોજન પ્રતિલિપિ એપ પર વાચકોની પસંદ ધ્યાનમાં રાખીને તે અનુસાર કરવામાં આવે છે. જો તમે હાલમાં ચાલી રહેલી તમામ ઇવેન્ટ્સમાં ભાગ લો છો અને સ્પર્ધાના નિયમો અનુસાર ધારાવાહિક લખો છો, તો તે તમને ભવિષ્યમાં ઘણી રોમાંચક રીતે લાભ આપી શકે છે. માત્ર આકર્ષક કેશ પ્રાઇઝ અને પ્રમાણપત્રો જ નહીં, પણ તમે લેખન સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક લાંબા ગાળાના લાભ અને નિયમિત આવક જેવી તકોનો આનંદ લઈ શકો છો. પ્રતિલિપિની હાલની તમામ સ્પર્ધાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો: https://gujarati.pratilipi.com/event આપને હજુ પણ કોઈ સમસ્યા કે મૂંઝવણ જણાય તો events@pratilipi.comપર અમારો સંપર્ક કરશો. આપની આગામી અનોખી ધારાવાહિકની પ્રતિક્ષામાં, પ્રતિલિપિ સ્પર્ધા વિભાગવધુ જુઓ
- ભૂલભૂલૈયા વાર્તા સ્પર્ધા: પરિણામ21 નવેમ્બર 2022પ્રિય લેખકમિત્રો, પ્રતિલિપિ ગુજરાતી દ્વારા આયોજિત ભૂલભૂલૈયા સ્પર્ધાને આપ સૌનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો. આશરે 300 જેટલી સંખ્યામાં અગોચર વિશ્વની રહસ્ય અને રોમાંચથી ભરપૂર વાર્તાઓ લખવા બદલ તમામ લેખકો પ્રશંસાને પાત્ર છે. એક મહત્વની વાત... સાહિત્યમાં શું સારું અને શું વધુ સારું તેનો નિર્ણય કરવો ખૂબ કઠિન કાર્ય છે. છતાં આખરે આ એક સ્પર્ધા છે અને એટલે જ મર્યાદિત સંખ્યામાં ચુનંદી રચનાઓને વિજેતા જાહેર કરવી જરૂરી છે. અમારા નિર્ણાયકોએ શ્રેષ્ઠ રચનાઓ પસંદ કરવા પ્રયાસ કર્યો છે જેની યાદી આપ અહીં જોઈ શકો છો; અલબત્ત અમે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક લેખકને બિરદાવીએ છીએ. સૌ વિજેતાઓને અભિનંદન... વિજેતા ટોપ 10 બદલે પે બદલા... Sagar Vaishnav સાંભળને..! સિદ્ધ અંધશ્રદ્ધા - એક વહેમ? ગિરીશ મેઘાણી "એ હું નથી"( સ્પર્ધા - ભૂલભૂલૈયા) Kaushik Dave બદલો વિધી કાત્રોડિયા " બે વાગ્યે " Bina Joshi છૂટકારો મરિયમ ધૂપલી 8 સપના સાવલિયા કથિરીયા સબૂત... Secret Writer આર્યા - એક રહસ્ય Jyotsna Patel ટોપ 30 ભયાનક સ્વપ્ન - falguni dost રાતરાણી - હેતલ પટેલ શાપિત બેગ - jayesh patel A BLACK SHADOW - Khasiya Kajal સન્નાટો - કુસુમ કુંડારિયા. બદલો - Pravina Sakhiya અતૃપ્ત આત્મા... - Swati Shah વળતર - *मृगतृष्णा* तरंग આક્રોશ - Ca આનલ ગોસ્વામી વર્મા સોલો ટ્રીપ - "રૂહી" મર્ડર કેસ - Ketan Jain " બંગલો " - "નદી " ભેદભરમ - Malaya Pathak પરિમલ એક કોયડો - નિશા પટેલ અનોખો ખેલ - Om Guru હોન્ટેડ પેલેસ (બદલો) - પીના પટેલ "પિન્કી" તેરી યાદે - પૂજા ભીંડી વળગાડ - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે કાર અકસ્માતનું રહસ્ય - રાકેશ ઠક્કર ભૂતિયા તળાવનું રહસ્ય - ઉર્વી જોષી સાચો ખુની કોણ....? - Micky Patel રૂમ નંબર "107" - Allu ભ્રમ નો ભય - Ashish Kunjadia એક ખૂલતો દ્વાર - લવ-લોક - khushbu Shah ભૂતિયો કૂવો ' - ❤️MAHESH RANVA❤️ "એલિસની અદ્રશ્ય દુનિયાની યાદગાર સફર" - Dr. Priyanka Gorasiya હત્યા કે આત્મહત્યા? - Rachnaa Jigar Shah સ્પૂકી બીચ - Rinku Shah રોફભર્યો ખોફ - Shital malani રોજનીશીમાં... ત્રણ રાજ! - Sunita Mahajan આત્મા ને મળ્યો મોક્ષ..... - Dishaba Vaghrola ગૂંચ ( ભૂલભૂલૈયા સ્પર્ધા) - Vandana Patel વિજેતાઓને તેમના પ્રમાણપત્ર અંતર્ગત આગામી થોડા દિવસોમાં events@pratilipi.com પરથી ઈમેઈલ કરવામાં આવશે.વધુ જુઓ
- પ્રતિલિપિમાં લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો!17 નવેમ્બર 2022પ્રતિલિપિમાં લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો! પ્રિય લેખકમિત્રો, પ્રતિલિપિમાં રચનાઓ પ્રકાશિત કરતી વખતે એક લેખક તરીકે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ માહિતી તમારી સાથે શેર કરવા અમે એક મિટિંગનું આયોજન કર્યું છે. જેમાં પ્રતિલિપિની લેખક અને રચના માટેની ગાઈડલાઈન્સ અમે તમને જણાવીશું. જે તમને પ્રતિલિપિમાં રચનાઓ પ્રકાશિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે. મિટિંગની તારીખ : 22 નવેમ્બર, 2022સમય : 5 P.M.સ્થળ : ઓનલાઈન ઝૂમ એપ મિટિંગની લિંક:https://zoom.us/j/91968056390?pwd=TXZYNGJvcnN5UXpiQzIwVVBCdFFFUT09 Meeting ID: 919 6805 6390Passcode: 502427 તમે ઝૂમ મિટિંગ એપ ડાઉનલોડ કરીને ઉપરની લિંક દ્વારા મિટિંગના સમયે મિટિંગ જોઈન કરી શકશો. પ્રતિલિપિમાં આગળ વધવા આ મિટિંગમાં જોડાઈને અગત્યની બાબતો જાણવાનું ચૂકશો નહીં! તમે મિટિંગના સમય માટે મોબાઇલમાં રિમાઇન્ડર/આલાર્મ સેટ કરી શકો છો. જેથી મિટિંગના સમયે તમને રિમાઇન્ડર મળી શકે. સાદર,ટીમ પ્રતિલિપિ ગુજરાતી.વધુ જુઓ