pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

'આવતીકાલ છે સ્ત્રીઓની' સ્પર્ધા - પરિણામ

06 મે 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ 'આવતીકાલ છે સ્ત્રીઓની!' સ્ત્રી વિશેષ વાર્તા સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સ્પર્ધાનો વિષય હતો - "ધારો કે ઈ.સ. ૨૦૫૦નું વર્ષ છે. આજથી ૩૧ વર્ષ પછી દુનિયા ટેકનોલોજીથી લઈને સામાજિક વ્યવસ્થા એમ દરેક ક્ષેત્રે બદલાઈ ચુકી હશે એ ચોક્કસ વાત છે. આ બદલાયેલા સમયગાળામાં સ્ત્રીઓની સામાજિક, માનસિક, કૌટુંબિક સ્થિતિ શું હશે? બદલાઈ હશે? હકારાત્મક દિશામાં બદલાઈ હશે કે નકારાત્મક દિશામાં? કે ઠેરની ઠેર હશે? પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોના સમીકરણ શું હશે?"

 

પોતાની રીતે ઘણી અનોખી અને એકમેવ એવી આ સ્પર્ધામાં ઘણી અનોખી વાર્તાઓ આવી. સ્ત્રી વિષયક સાયન્સ ફિક્શન કે ફ્યુચર ફિક્શન વાર્તાઓ વધુ વ્યાપક એવા અંગ્રેજી સાહિત્યમાં પણ ઓછી લખાય છે ત્યાં અઢળક માત્રામાં આટલી સુંદર વાર્તાઓ લખવા બદલ સૌ લેખકોને અભિનંદન!

 

આ સાથે જ સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) વાર્તાનું રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અલગ કલ્પના 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

(નોંધ - સારી હોય એવી દરેક વાર્તાઓને સમાવવાનો પ્રયત્ન અહીં થયો છે. છતાં વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

પ્રથમ 20 સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. સ્ત્રી સ્વતંત્રતા - જીગર સાગર

2. ભાવિની - જય પરીખ

2. બદલાયેલો નજરિયો - પટેલ પદમાક્ષી

3. પ્રાણીયન - HARSH SHAH

3. અમારી છે આ જિંદગી - પટેલ પદમાક્ષી

4. ગૂગલ મોમ - Dr. Vishnu Prajapati

4. અગ્નિપરિક્ષા - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

5. બીજ ની ખોજ - કિશન પંડ્યા

5. લવ જિહાદ - વૈશાલી રાડિયા ભાતેલીયા

----

6. એનિવર્સરી ગિફ્ટPiYush MaLani

6. અ સીંગલ વુમન-૨૦૫૦પીયૂષ જોટાણિયા

6. સ્ત્રી ને સ્ત્રી હોવાનો આનંદ માણવા દો!Amit Raval

7. ઢીંગલીVrunda Gadesha

7. માફિયા ક્વીન મેરી.કિશન પંડ્યા

7. હું.. ઈશ્વર...રીટા માંકડ

8. ચાંદાપોળીVandana Vani

8. નારી, તું જ તારી શક્તિDr Priti Solanky

8. બેટા બચાઓDr. Arti Rupani 

9. જીદહિરણ્ય પંડ્યા પાઠક

9. પુરુષાવતાર સહ સ્ત્રી-સ્વાતંત્ર્યદિવ્યેશ વિ. સોડવડીયા

----------

10. આવનારી દુનિયાઈશાની રાવલ

10. પિંજરBadal Panchal

11. લખીની ઈચ્છાહરગોવન પ્રજાપતિ

11. જેના વિશે હું મૌન રહી..દિવ્યાબા જાડેજા વાઘેલા

12. માય લાઈફ માય રુલ્સNeha Parekh

12. અહેસાસBhumi

13. ઇત્તેફાકDarshana Hitesh jariwala

14. લવ યુ મિહિSameer Vaja

15. ક્રિના અને તેની રોબો મોમઅંજલિ બીડીવાલા

16. ગૃહિણોDipikaba Parmar

17. બેટા બચાવો, કનૈયાને ભણાવોRachana

18. ટર્નિંગ પોઇન્ટdipti delwadiya

19. મોર્ડન માતાકોમલ રાઠોડ

20. મહિલા રોબોટભરતચંદ્ર શાહ

 

સર્વે લેખકોને અભિનંદન. પ્રથમ 20માં આવેલી આ વાર્તાઓના લેખકોને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. એ ઉપરાંત પ્રથમ 9 સ્થાને આવેલી વાર્તાઓના લેખકોને પુરસ્કાર આપવામાં આવશે. 

આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને ઉત્તમ વાર્તાઓ લખવા બદલ સૌને અભિનંદન!

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે. એક જ સ્થાને એકથી વધુ વાર્તા હોય તો તેમનો પુરસ્કાર સરખા ભાગે વહેંચવામાં આવશે.