pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ : નવતર જીવતર

07 માર્ચ 2023

નવતર જીવતર સ્પર્ધાના બગીચામાં આશરે 400 જેટલી અદ્ભુત વાર્તાઓના ફૂલ ખીલવવા બદલ સૌપ્રથમ તમામ લેખકોને હાર્દિક અભિનંદન! આ આંકડો નાનો નથી! આવા આંકડા સ્પર્ધા અને સ્પર્ધકની કિંમત વધારે છે. પ્રતિલિપિ દ્વારા આયોજિત આ સ્પર્ધાને એક ઉત્તમ સ્પર્ધા બનાવવા બદલ અભિનંદન!

 

સ્પર્ધાની તમામ એન્ટ્રીઓ વાંચતી વખતે નિર્ણાયકો પણ ઘણી નવીન વાર્તાઓ વાંચીને અત્યંત ખુશ થયા.

નિર્ણાયકોના શબ્દો, "સૌથી વધુ આનંદ એ વાતનો છે કે મોટા ભાગના સ્પર્ધકોએ 'નવતર જીવતર' વિષયને કોઈ એક રીતે બાંધ્યો નથી પણ વિસ્તાર્યો છે. અમુક વાર્તાકારો તદ્દન નવા વિષયો લઈને આવ્યા તો અમૂકે સામાન્ય વિષયને સારી માવજત (treatment) આપી. 

ખેર સ્પર્ધા હતી એટલે દરેક વાર્તાઓને અમે પસંદ કરી વિજેતા બનાવીએ એ તો શક્ય ન હતું. અમે સ્પર્ધામાં અપાયેલા વિષય પર અનોખી રીતે પ્લોટ ગુંથીને વાર્તા ઘડી હોય એના પર ધ્યાન આપ્યું, ઉપરાંત સામાન્ય વ્યાકરણ, વાર્તાનું લેખન, પાત્રો, વગેરે જેવી બાબતો પર ભાર આપી પરિણામ તૈયાર કરવામાં અમને પણ ઘણી ચર્ચા કરવી પડી. 

અહીં પરિણામમાં પ્રકાશિત થયેલી તમામ વાર્તાઓ ખરેખર ઉત્તમ છે. અન્ય વાર્તાઓમાં પણ ઘણા સારા પ્રયત્ન જોવા મળ્યા. સ્પર્ધામાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધકોને અઢળક અભિનંદન! આશા રાખીએ કે ભવિષ્યમાં તમે વાર્તાના વિશ્વમાં વધારે ઊંડા ઉતરશો. જે લેખકો વિજેતા નથી બન્યા એમણે નિરાશ થવાની જરૂર નથી. આટલા બધા સ્પર્ધકો વચ્ચે સ્પર્ધામાં ભાગ લેવો એ જ સૌથી મોટી સફળતા છે.



- ટોપ 10 વિજેતા (ક્રમ મહત્વના નથી) -

- ઉપરોક્ત ટોપ 10 વિજેતાઓને ફ્રેમ કરેલું પ્રિન્ટેડ પ્રમાણપત્ર ઘરે મોકલીને સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 



- ટોપ 30 વિજેતા (ક્રમ મહત્વના નથી) -

- ઉપરોક્ત ટોપ 30 વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર મોકલીને સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

 

- અન્ય ચૂંટાયેલી વાર્તાઓ (ક્રમ મહત્વના નથી) -

- ઉપરોક્ત ચૂંટાયેલી વાર્તાઓને ડિજિટલ પ્રમાણપત્ર મોકલીને સન્માનિત કરવા માટે [email protected] પરથી જલ્દી જ ઈમેઈલ પ્રાપ્ત થશે. 

- આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લેખકોના અમે હ્રદયપૂર્વક આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમે વધુ સુંદર વાર્તાઓ લખતા રહેશો. આમ જ તમારી કલમથી કમાલ કરતાં રહો! 

 

- ટૂંકીવાર્તા સ્પર્ધા બાદ હવે ટૂંકી ધારાવાહિક વાર્તા અને નવલકથા લખવાની સ્પર્ધા / ચેલેન્જમાં ભાગ લો:

1. સુપર રાઇટર્સ એવોર્ડ - 5: પ્રીમિયમમાં વાર્તા લખી આવક મેળવો!

2. પ્રતિલિપિ ફેલોશિપ રાઈટીંગ ચેલેન્જ: તમારા થોડા કલાકો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે!

3. 10K લેખન ચેલેન્જ સ્પર્ધા: કોઈપણ વિષય/શ્રેણી/થીમ પર લખો 10 ભાગની અદ્દભુત ધારાવાહિક!